- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : જો તમને લાગી રહ્યું છે કે વોટ્સએપ અને ટેલીગ્રામ જેવા ઈંસ્ટેન્ટ મેસેજિંગ એપ એન્ડ ટુ એન્ડ એન્ર્કિપ્ટેડ છે તો તમારે એક વાર ફરી વિચારવાની જરૂર છે. કેમ કે સિક્યોરિટી ફર્મ Symantecને દાવો કર્યો છે કે વોટ્સએપ અને ટેલીગ્રામ એક બગમાં છે જેની મદદથી કોઈ પણ હેકર્સ લોકોને મોકલેલી મીડિયા ફાઈલ્સને એડિટ કરી શકે છે.
અને તેમાં હેરાફેરી કરી શકે છે. તેને જૈકિંગ નામ આપવામાં આવ્યું છે. શોધકર્તાએ તેના બ્લોગમાં જાણકારી મુજબ વોટ્સએપ મીડિયા ફાઈલને એક્સટર્નલ સ્ટોરેજમાં સેવ કરે છે. ત્યાં ટેલીગ્રામ ગેલેરીમાં સેવ કરે છે. એવામાં આ બંનેમાંથી કોઈ પણ એપ મીડિયા ફાઈલ પર નજર નથી રાખી શકતી.
તેમાં મીડિયા ફાઈલ પર જૈકિંગ એટેક થઈ શકે છે અને ફાઈલને એડિટ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ ફાઈલનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. અને ફોટો- વીડિયોમાં પણ તેની ઈચ્છા મુજબ એડિટિંગ કરી શકે છે.
રિપોર્ટના દાવા મુજબ આ બગના કારણે કોઈ ડોક્યુમેન્ટ, ઈન-વોયસ અને ઓડિયો ફાઈલમાં એડિટિંગ સંભવ છે. શોધકર્તાઓએ ઉદાહરણ આપીને પણ સમજાવ્યું છે. તેણે બતાવ્યું છે કે એક થર્ડ પાર્ટી એપની મદદથી ફાઈલ્સને જૈકિંગ એટેકનો શિકાર બની શકે છે.