- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: WhatsAppએ 4 જાન્યુઆરીએ તેની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત કરી, ત્યારબાદ કંપનીને ઘણું સહન કરવું પડ્યું અને એવું લાગી રહ્યું છે કે હવે યૂઝર્સો આ પ્લેટફોર્મને કાયમ માટે અલવિદા કહી દેશે. WhatsAppનો સૌથી મોટો ભય સિગ્નલ એપ્લિકેશન હતો, જેને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા પણ પ્રમોટ કરવામાં આવ્યો હતો. જો સિગ્નલને અમુક અંશે ફાયદો થયો, તો ટેલિગ્રામે પણ માર્કેટમાં ખૂબ ધમાલ મચાવી. એક અહેવાલમાં જણાયુ કે 18 જાન્યુઆરીએ મોટાભાગના લોકો દ્વારા સિગ્નલ ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. અગાઉ, કંપની 200 સૌથી વધુ ડાઉનલોડ કરેલી કમ્યુનિકેશન એપ્સની સૂચિમાં પણ નહોતી.
પરંતુ તાજેતરના ડેટા બતાવે છે કે હવે સિગ્નલ ધીમે ધીમે નીચે જઇ રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ સિગ્નલની રેન્કિંગ 14 નંબર પર હતી, જ્યારે 15 ફેબ્રુઆરીએ આ રેન્કિંગ સીધા 23 માં સ્થાને પહોંચી ગઈ હતી. પરંતુ તે દરમિયાન, ટેલિગ્રામ એકમાત્ર એપ્લિકેશન છે જે સતત વોટ્સએપને કડક સ્પર્ધા આપી રહી છે. બીઆઈપીનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે તુર્કીના ટેલિકોમ ઓપરેટર તુર્કસેલ દ્વારા અધિકૃત છે. બીઆઇપી એક મેસેજિંગ એપ્લિકેશન છે જેણે વ્હોટ્સએપને ત્રીજા નંબરથી નીચે ધકેલી દીધી છે.
કમ્યૂનિકેશન એપ રેંકિંગ્સમાં જો વાત કરીએ તો, આ એપ 11 જાન્યુઆરીએ 425માં નંબર પર હતી પરંતુ બીજા જ દિવસે તે 12માં નંબર પર પહોંચી ગઈ. 24 કલાકની અંદર આ એપ એ રેકોર્ડ બનાવ્યો. પરંતુ હવે ધીરે-ધીરે આ એપ પણ નીચે આવવા લાગી છે. જયાં તેની રેંકિંગ 15 ફેબ્રુઆરીએ 151 હતી તો 23 ફેબ્પુઆરીએ તે 224 નંબર પર પહોંચી ગઈ.
જ્યારે યૂઝર્સ એક તરફ અન્ય એપ્લિકેશનો અજમાવી રહ્યા છે, ત્યાં ઘણા યૂઝર્સઓ છે જે હજી પણ WhatsApp છોડવા માંગતા નથી કારણ કે તેઓને અન્ય એપ્લિકેશનોનો ઇન્ટરફેસ પસંદ નથી. જો કે, WhatsAppની પ્રાઈવસી પોલિસીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તે વ્યવસાયિક ખાતાઓ માટે છે. પોલિસી વિવાદ પછી પણ, WhatsAppને ભારતના 400 કરોડ વપરાશકારોને લીધે હજી સુધી કોઈ નુકસાન થયું નથી.
WhatsAppને મોનિટર કરનારી કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, યૂઝર્સે પ્રાઈવસી પોલિસી બાદ એપ તો છોડી દીધી પરંતુ હજુ એપને ફોનમાંથી હટાવી નથી. વ્હોટ્સએપ સામે સ્પર્ધા કરવા માટે એકમાત્ર ભારતીય એપ્લિકેશન પરિવર્તન કરનારી કંપની બંધ થઈ ગઈ છે. HIKEના સ્થાપક પણ સંમત થયા હતા કે વિદેશી એપ્લિકેશનોનું વર્ચસ્વ ભારતીય એપ્લિકેશનો પર એટલું હતું કે અંતે અમારે અમારી એપ્લિકેશન્સ બંધ કરવી પડી.