- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઇ : ટ્વિટર ખરીદવાનો સોદો સ્પામ અને બોટ એકાઉન્ટને કારણે ખોરંભે ચઢતા મસ્ક ફરી પોતાના જુના પ્લાન તરફ જ અગ્રેસર હોય તેવું જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલ મસ્ક પોતાની જ સોશિયલ મીડિયા સાઈટ શરૂ કરશે તેવી અટકળોએ ફરી જોર પકડ્યું છે અને કારણ છે વિશ્વના સૌથી મોટા ધનકુબેરનું પોતાનું જ ટ્વિટર પર કરેલ ટ્વિટ.
ટેસ્લાના સહસ્થાપક એલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે મસ્કે પોતાની એક સંભવિત સોશિયલ મીડિયા સાઇટના લોન્ચિંગ અંગે સંકેત આપ્યા છે, જેની સીધી સ્પર્ધા પણ ટ્વિટર સાથે જ થશે.
10 ઓગસ્ટના રોજ મસ્કે તેમના એક ફોલોઅર્સે પૂછેલા પ્રશ્નના જવાબમાં સંભવિત નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X.com'ના સંકેત આપ્યા છે.
આ સંકેત એવા સમયે મળ્યા છે જ્યારે મસ્કે 44 અબજ ડોલરના એક્વિઝિશન સોદામાંથી પીછેહઠ કરવાનું નક્કી કર્યું અને ટ્વિટરે તેમના પર દાવો માંડ્યો છે. મસ્કે ટ્વિટર સાથે 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે શેર ખરીદવા કરાર કર્યો હતો.