- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ટેલિગ્રામે બુધવારે જણાવ્યું છે કે, મેસેજિંગ એપમાં ગત 72 કલાકમાં અઢી કરોડ નવા યૂઝર્સ એડ કરવામાં આવ્યા છે. કંપનીએ આ નવા યૂઝર્સ દુનિયાભરમાં બનાવ્યા છે. પરંતુ આમાં સૌથી વધુ 38 ટકા યૂઝર્સ એશિયામાંથી છે. ત્યારે 27 ટકા યૂઝર્સ યૂરોપ, 21 ટકા લેટિન અમેરિકા જ્યારે 8 ટકા MENAથી આવ્યા છે. આ સાથે જ ટેલિગ્રામે કુલ 500 મિલિયન યૂઝર્સનો આંકડો પાર કર્યો લીધો છે.
નવી વોટ્સએપ પોલિસી રજૂ થયા પછી સિગ્નલની જેમ ટેલિગ્રામના ડાઉનલોડ્સમાં ભારે વધારો થયો છે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી પછી વપરાશકર્તાઓમાં ડેટા અંગે ચિંતા વધી છે. વપરાશકર્તાઓ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર સ્વિચ કરી રહ્યાં છે જે વધુ સિક્યોર અને પ્રાઈવેટ છે. એલન મસ્કે પણ ફેસબુકની માલિકીની વ્હોટ્સએપથી માઈગ્રેશન કરવાનું કહ્યું છે.
સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપની પોલિસીમાં ફેરફાર થયા પછી ભારતમાં સિગ્નલ અને ટેલિગ્રામના ડાઉનલોડ્સ વધીને 40 લાખ થઈ ગયા છે. 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીની વચ્ચે લગભગ 2.3 મિલિયન નવા ડાઉનલોડ્સ સાથે સિગ્નલ આ રેસમાં ટોચનું સ્થાન મેળવ્યું. ત્યારે ટેલિગ્રામે આ સમયગાળામાં 1.5 મિલિયન નવા ડાઉનલોડ્સ મેળવ્યા.
નવા યૂઝર્સની વધતી સંખ્યાને જોતા ટેલિગ્રામના પાવેલ ડુરોવે જણાવ્યું કે, લોકો પોતાની પ્રાઈવસીના બદલે મળી રહેલી ફ્રી સર્વિસિસ હવે નથી ઈચ્છતા. તેમણે કહ્યું કે, ગત વર્ષની તુલનાએ આ વૃદ્ધિ અત્યંત મહત્વપૂર્ણ છે જ્યારે દૈનિક 1.5 મિલિયન યૂઝર્સ સાઈનઅપ કરી રહ્યા છે. અમે અગાઉ પણ 7 વર્ષ દરમિયાન યૂઝર પ્રાઈવસીની સુરક્ષા કરતા ડાઉનલોડની સંખ્યામાં વૃદ્ધિ જોઈ છે. પાવેલને આગળ જણાવ્યું કે, 500 મિલિયન એક્ટિવ યૂઝર્સ અને સતત થઈ રહેલા ગ્રોથ સાથે ટેલિગ્રામ પ્રાઈવસી અને સિક્યોરિટી માટે પ્રતિબદ્ધતા દાખવનાર મોટું કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બની ગયું છે. અમે આની જવાબદારી માટે અત્યંત ગંભીર છીએ અને અમે તમને નિરાશ નહિં કરીએ.