- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : સ્પેસએક્સના ફાલ્કન રોકેટે અંતરિક્ષમાં જવા માટે પોતાની ચોથી ઉડાન ભરી હતી. આ રોકેટ દ્વારા અંતરિક્ષમાં 60 જેટલા મીની સેટેલાઇટ મોકલવામાં આવ્યા છે. આ તમામ સેટેલાઇટનું કુલ વજન 260 કિલો છે. આ જ વર્ષે મે માસમાં અન્ય 60 સેટેલાઇટ મોકલવામાં આવ્યા સ્પેસ એક્સના સંસ્થાપક અને સીઈઓ અંતરિક્ષમાં પૃથ્વીની કક્ષામાં હજારો ઉપગ્રહો મોકલવા માંગે છે જેથી ઝડપી ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકાય.
આગામી વર્ષથી તેઓએ અમેરિકા અને કેનેડામાં સેવા શરુ કરવાની યોજના ઘડી છે. સમગ્ર વિશ્વમાં જનસંખ્યા વાળા વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે આ રીતે 24 વખત ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામા આવશે. ગયા મહિને મસ્કે અંતરિક્ષમાં ફરી રહેલ સ્ટારલિંક સેટેલાઇટને ફોટો લઈને ટ્વિટ કર્યું હતું. કંપની રોકેટના એવા બુસ્ટરનો ઉપયોગ કરી રહી છે જેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ રોકેટ બુસ્ટરનો ઉપયોગ પાંચ વખત કરી શકાય છે. સ્પેસએક્સ તેમજ અન્ય કંપનીઓ સમગ્ર વિશ્વમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કવરેજ આપવા માંગે છે. આ કંપનીઓમાં વનવેબ અને જેફ બેઝોસની એમેઝોન મુખ્ય છે.