- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: દેશ હાઈ ઈન્ટરનેટ સ્પીડ માટે 5જીની રાહ જોઈ રહ્યો છે, પરંતુ હકીકત કડવી છે. જે પ્રમાણે તો 4જી અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડ જ ઘટતી જાય છે. ઈન્ટરનેટ સ્પીડમાં દેશોની રેન્કિંગ કરતી સંસ્થા ઉકલાએ નવી રેન્કિંગ જારી કરી છે. આમાં ભારતને બન્ને કેસોમાં એક-એક ક્રમનું નુકશાન થયું છે.
ઉકલાના વર્ષ 2020 માટેના ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડટેસ્ટ ઇન્ડેક્સમાં ભારત મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ મુદ્દે 139 દેશોની યાદીમાં 129મા ક્રમે રહ્યું છે. તો બ્રોડબેન્ડ સ્પીડને મુદ્દે 176 દેશોની યાદીમાં ભારત 65મા ક્રમે છે. કતાર મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં દક્ષિણ કોરિયા અને યુએઈને પછાડી પ્રથમ સ્થાને આવી ગયું છે. બ્રોડબેન્ડ સ્પીડમાં હોન્ગકોન્ગ અને સિંગાપુરને પાછળ છોડી થાઈલેન્ડ અવ્વલ રહ્યું છે.
ભારતમાં મોબાઇલ ડાઉનલોડની સરેરાશ સ્પીડ 4.4 ઘટીને 12.91 એમબીપીએસ થઈ ગઇ છે. નવેમ્બરમાં તે સ્પીડ 13.5 એમબીપીએસ હતી. જોકે દેશમાં મોબાઇલ અપલોડની સ્પીડમાં સાધારણ સુધારો જોવા મળે છે. તે અંદાજે 1.4 ટકા વધીને 4.97 એમબીપીએસ થઇ છે. નવેમ્બરમાં તે સ્પીડ 4.90 એમબીપીએસ રહી હતી.
છ પાડોશી દેશો પૈકી ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ માત્ર બાંગ્લાદેશ કરતાં આગળ છે. જોકે પાકિસ્તાન પણ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ મુદ્દે છ સ્થાન પાછળ સરકીને ૧૧૪મા સ્થાને પહોંચી ગયું છે. પરંતુ ચીનને બાદ કરતાં તમામ પાડોશી દેશો કરતાં પાકિસ્તાનની સ્થિતિ સારી છે. ચીન સૌથી વધુ 155.89 એમબીપીએસ સ્પીડ ધરાવે છે. પાકિસ્તાન 18.42, નેપાળ 18.42, શ્રીલંકા 16.91, ભારત 12.91 તો બાંગ્લાદેશ 10.64 એમબીપીએસ સ્પીડ ધરાવે છે.
1 જાન્યુઆરી 2019માં રેન્કિંગ માટે ઉપયોગ કરવામાં આવેલા પાસાઓ ફેરફાર કરવામાં આવ્યો. તે પ્રમાણે, આ રેન્કિંગમાં સામેલ થવા માટે કોઈ પણ દેશમાં મિનિમમ 300 મોબાઈલ અથવા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યુઝર હોવા જરૂરી છે. તેના પહેલાં મોબાઈલ યુઝર્સની સંખ્યા 670 અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા મિનિમમ 3333 હોવી જરૂરી છે. નવા માપદંડો બાદ રેન્કિંગમાં સામેલ થનારા દેશોની સંખ્યા વધી ગઈ છે.