- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: વોટ્સએપની નવી પોલીસી મુદ્દે પછીથી સિગ્નલ એપના ડાઉનલોડ્સમાં તેજી આવી છે. એપ હવે પોતાના ફીચર્સ અંગે સમાચારોમાં છે. સિગ્નલ એપ હવે વધુ યૂઝર્સને આકર્ષવા વોટ્સએપ સાથે મળતા આવતા ફીચર પોતાના પ્લેટફોર્મ પર લાવી રહી છે. વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, આ અઠવાડિયે રોલઆઉટ થયેલાં લેટેસ્ટ સિગ્નલ બીટા અપડેટમાં ચેટ વોલપેપર બદલવાનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર વ્હોટ્સએપમાં પણ છે.
- વ્હોટ્સએપ કસ્ટમ About સેટ કરવાની સુવિધા આપે છે આવો જ ઓપ્શન સિગ્નલ એપમાં પણ મળે છે.
- સિગ્નલ એપ પર પહેલાંથી જ ગ્રુપ કોલિંગ ફીચર છે. પહેલાં તેની લિમિટ 5 યુઝર્સ સુધી હતી હવે વ્હોટ્સએપની જેમ 8 યુઝર્સની રહેશે.
- વ્હોટ્સએપે ગત વર્ષે એપમાં એનિમેટેડ સ્ટિકર સપોર્ટ આપ્યો હતો. હવે સિગ્નલ તેના ડેસ્કટોપ એપ પર એનિમેટેડ સ્ટિકર બનાવવાની સુવિધા આપે છે. લેટેસ્ટ અપડેટ એનિમેટેડ સ્ટિકર સપોર્ટ કરે છે, તેમાં ડે બાય ડે પહેલું ઓફિશિયલ એનિમિટેડ સ્ટિકર પેક છે.
- આ સિવાય સિગ્નલ એપ, વ્હોટ્સએપમાં ડેટા મોડ ફોર કોલ ફીચરની પણ કોપી કરે છે. સિગ્નલે શેરેબલ ગ્રુપ ઈન્વાઈટ લિંક ફીચર પણ એપમાં ઉમેર્યું છે જેથી અન્ય યુઝર્સને ગ્રુપમાં સામેલ થવા માટે ઈન્વાઈટ કરી શકાય.
વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને કારણે સિગ્નલ એપ ચર્ચામાં આવી. વ્હોટ્સએપના વિકલ્પ તરીકે અનેક લોકોએ સિગ્નલ એપ ડાઉનલોડ કરી. પ્લે સ્ટોરના આંકડા અનુસાર, સિગ્નલ એપને 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે. સિગ્નલ અને ટેલિગ્રામ બંને એપલ અને ગૂગલ એપ સ્ટોર પર ટોપ પર છે. ગત અઠવાડિયે સિગ્નલ એપ દુનિયાભરમાં ડાઉન થઈ હતી. તેને કારણે યુઝર્સ વચ્ચે કમ્યુનિકેશન ઠપ થયું હતું. આ ટેક્નિકલ ખામી એપ અને ડેસ્કટોપ વર્ઝન બંનેમાં થઈ હતી. ત્યારબાદ કંપનીએ કહ્યું હતું કે એપ પર ભારે ટ્રાફિકને કારણે સર્વર ડાઉન થયું હતું.
હાલમાં જ વ્હોટ્સએપે નવી પ્રાઈવસી પોલીસી જાહેર કરી છે. આ પોલિસી હવે 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, 8 ફેબ્રુઆરીથી આ મેસેજિંગ એપનો ઉપયોગ કરવા માટે આ પોલિસીનો સ્વીકાર કરવો પડશે. જોકે આ પોલિસીનો વિવાદ વધતા કંપનીએ ડેડલાઈન લંબાવી 15 મે કરી છે. વ્હોટ્સએપનું કહેવું છે કે, જે યુઝર નવી પોલિસી સ્વીકાર નહિ કરે, તે વ્હોટ્સએપનો ઉપયોગ નહિ કરી શકે.
49 વર્ષના બ્રાયન એક્ટન, ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ માટે કોઈ ભયાનક સપના જેવા જ છે. વાત 2009ની છે, જ્યારે ફેસબુકમાં ઈન્ટરવ્યૂ માટે એક્ટનને કંપનીએ સિલેક્ટ કર્યા નહોતા, પરંતુ માત્ર 5 વર્ષ બાદ ફેસબુકે એક્ટન અને જોન કૂમના વ્હોટ્સએપને 1.3 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધું. એક જમાનામાં ફેસબુકમાં કર્મચારી તરીકે રિજેક્ટ થયેલા એક્ટન આ ડીલથી 27 હજાર કરોડ રૂપિયાના માલિક બની ગયા. જૂન 2020 સુધી સિગ્નલના કુલ 32.4 મિલિયનથી વધારે ડાઉનલોડ હતા. 2020 સુધી એપના આશરે 20 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ હતા.