- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કોઇ પણ પાક, શાકભાજી કે છોડને ઉગાડવા માટે જમીન અથવા તો માટીની જરૂર પડે છે. ત્યારે જો તમને જો એવું કહેવામાં આવે કે હવામાં બટાટા ઉગશે તો? સાંભળીને આશ્ચર્ય તશે પરંતુ આ વાત હકીકત છે. હવે નવી ટેક્નોલોજીની મદદથી જમીન અને માટી વગર હવામાં પણ બટાટા ઉગાડી શકાશે. હરિયાણાના કરનાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેક્નોલોજી સેન્ટર દ્વારા આ શક્ય બનાવવામાં આવ્યું છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પદ્ધતિથી બટાટાનું 10 ગણું વધારે ઉત્પાદન લઇ શકાય છે.
ખેડૂતો હવે જમીન અને માટી વગર હવામાં જ બટાટા ઉગાડી શકે છે. આ ટેક્નોલોજીનું નામ એરોપોનિક છે. જેની મદદ વડે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકાશે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આ નવી ટેક્નોલોજી વડે વધારે નફો મેળવી શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે આ પોટેટો સેન્ટરનું ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એમઓયુ થયા છે. ત્યારબાદ ભારત સરકારે એરોપોનિક પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ડો. મુનીશ સિંગલ સીનિયર કંસલટેંટએ જણાવ્યું કે એરોપોનિક એક મહત્વની પદ્ધતિ છે, જેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેનો અર્થ હવામાં બટાટા ઉગાડવા એવો થાય છે. તેમણે જણાવ્યું કે આ પદ્ધતિમાં બટટાને જે પોષક તત્વોની જરુર પડે છે તે માટીની જગ્યાએ લટકતા મૂળ મારફતે આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે માટીમાં રહેવાના કારણે થતા રોગોથી પણ બટાટા બચી જશે.