- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ:ગુજરાતના આઈસીટી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા ગેસિઆ આઈટી એસોસિએશને એએમએમાં આયોજિત પત્રકાર પરિષદમાં વર્ષ 2018-19 માટે તેના નવા પદાધિકારીઓની નિમણૂકની જાહેરાત કરી છે. નેટવેબ સોફ્ટવેરના સીઈઓ મૌલિક ભણસાલી સંસ્થાના અધ્યક્ષ અને નિર્દેશક તરીકેનો હોદ્દો સંભાળશે જ્યારે સીગ્નેટ ઈન્ફોટેક પ્રા. લિ.ના તેજિન્દર ઓબેરોય નવા ઉપાધ્યક્ષ અને નિર્દેશક બન્યા છે.
દેવ આઈટી લિ.ના સહસ્થાપક અને અધ્યક્ષ પ્રણવ પંડ્યા નવા સચિવ અને નિર્દેશક છે તથા સમ્સ કોર્પસોલ્યુશન્સના ઉમેશ રતેજા સંયુક્ત સચિવ અને નિર્દેશક છે. ઈઝી પે પ્રા. લિ.ના નિલય પટેલ ખજાનચી અને નિર્દેશક તરીકે નિયુક્ત થયા છે.
વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ્સ અને ટેક્નોલોજી સમિટ એવોર્ડ્સ દરમિયાન 12મી ઓક્ટોબર, 2018ના રોજ નવી ટીમે હોદ્દા સંભાળી લીધા હતા. શ્રી વિવેક ઓગ્રાએ ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તાત્કાલિક ભૂતકાળના અધ્યક્ષ અને ઉદ્યોગના અગ્રણી તરીકે તેઓ મૂલ્યવાન ઈનપૂટ્સ આપવાનું ચાલુ રાખશે.
ગેસિઆના અધ્યક્ષ શ્રી મૌલિક ભણસાલીએ તેમની પ્રારંભિક ટીપ્પણીમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘ગુજરાત ઉત્પાદન, ફાર્મા, પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સર્વિસીસ જેવા કેટલાક મહત્વના ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે. આમાંથી અનેક ઉદ્યોગો આગામી કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યા છે અથવા પસાર થશે. આથી આ મહત્વના ક્ષેત્રોમાં અત્યાધુનિક ટેક્નોલોજી સોલ્યુશન્સ, ઉત્પાદનો અને સેવાઓ માટે વ્યાપક સ્તર પર જરૂરિયાત ઊભી થશે.’
ઉપાધ્યક્ષ શ્રી તેજિન્દર ઓબેરોયે ઉમેર્યું હતું કે, ‘વિદેશના બજારો ઉપરાંત આપણા પોતાના રાજ્યમાં ઉપલબ્ધ આ તકો સાથે ગુજરાતના આઈટી, આઈટીઈએસ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો સ્થાનિક તેમજ વૈશ્વિક બજારો માટે અજોડ સ્થિતિનો લાભ મેળવી શકે છે.’