- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કાર્યક્ષેત્ર અને શિક્ષણમાં તકનીકી પ્રગતિથી સંબંધિત સદાબહાર કુશળતા 2021માં માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ભવિષ્ય નક્કી કરશે. ભારત સરકારે ઉચ્ચ શિક્ષણમાં વિદેશી કંપનીઓ માટે પોતાના દરવાજા ખોલ્યા છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે વિવિધ શાખાઓમાં અભ્યાસ એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, સાથે સાથે કાર્યસ્થળોમાં તકનીકી અને વ્યવહાર કુશળતાના સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલું જ નહીં, જે થોડા વર્ષો પહેલા પ્રાસંગિક હતું, તેમાં મોટું પરિવર્તન આવશે. એ પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિક્ષકોની કુશળતા વધારવા પર વધુ ભાર આપવા અને નવા સોફ્ટવેરના આવવાથી શિક્ષણ આપવા અને મેળવવાની પ્રક્રીયામાં ફેરફાર જારી રહેશે. આનાથી શીખવાની પ્રક્રીયામાં હાલનું વર્ચ્યુઅલ અંતર દૂર થશે.
ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટેના ભાવિ વિશે ટિપ્પણી કરતાં ગ્લોબલ યુનિવર્સિટી સિસ્ટમ્સ (જીયુએસ)ના એશિયા પેસિફિકના સીઈઓ શરદ મેહરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021 દેશની શિક્ષણ ક્ષેત્ર માટે આશા અને તકોની કિરણો લાવશે. આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓ પડકારજનક રહ્યા છે, પરંતુ તેઓએ વિચારસરણીની નવી રીતોને પ્રોત્સાહન આપ્યું છે અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં શીખવાની રીતોને આકાર મળ્યો છે.
એનઇપીના અમલીકરણથી ભારતમાં શિક્ષણ પ્રણાલીના માળખાને નવી વ્યાખ્યા મળશે. વિદ્યાર્થીઓની ભાગીદારીની ઓનલાઇન રીતને ટેકો આપવા યુનિવર્સિટીઓ અને શિક્ષકો વધુને વધુ ફેરફારો અપનાવી રહ્યાં છે. મિશ્રિત શિક્ષણ અને હાઈબ્રિડ મોડલ્સ તેમની ઝડપી ગતિ ચાલુ રાખશે. આ ઉપરાંત વ્યવહારિકતા, શોધ અને નવીનતા પર વધી રહેલા ભારથી 'નેક્સ્ટ નોર્મલ' અભ્યાસક્રમોની માંગ વધશે, જે દેશના યુવાનોની નોકરી મેળવવાની અપેક્ષાઓને વેગ આપશે.
કાર્યનું ભવિષ્ય પણ બદલાઈ રહ્યું છે. શરદ મેહરાએ વધુમાં કહ્યું કે, વર્ષ 2021 એ તમામ ઉદ્યોગોમાં ધંધા માટે ઘણી આશાઓ લાવ્યું છે અને તે આર્થિક નુકસાનની ભરપાઇ માટે પણ વચન આપે છે. જ્યારે મહામારી ફાટી નીકળી અને દેશ લોકડાઉન હેઠળ હતો, ત્યારે મોટાભાગની સંસ્થાઓની મુખ્ય ચિંતા કર્મચારીઓની સલામતી અને ધંધો ચાલુ રાખવાની હતી.
જો કે, ગયા વર્ષે તમામ પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં આ નવું વર્ષ ભવિષ્ય માટે મોટો બોધપાઠ શીખવતું રહેશે. ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારત સામાજિક-આર્થિક પરિવર્તનના માર્ગ પર છે. આપણે દૂરથી કામ કરવાનું અને વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરવાના સંદર્ભમાં મોટા ફેરફારો જોયા છે. હવે જ્યારે આપણે નવા દાયકામાં આગળ વધી રહ્યા છીએ, નવી વાસ્તવિકતાઓ અપનાવવા, સાથે કામ કરવા અને દૂરથી કામ કરવાની નવી વાત હશે. પ્રતિભા મેળવવાની અને જાળવી રાખવાની બાબતમાં કર્મચારીની સલામતી અને આરોગ્ય નીતિઓ પણ મહત્વપૂર્ણ રહેશે.