- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : આજના આધુનિક સમયમાં તરોતાજા અને યુવાન દેખાવાનો ટ્રેન્ડ વધવાની સાથે એન્ટી એજીંગ દવાઓ અને પ્રોડકટની પણ ખૂબ ડિમાંડ છે. ઉંમરના પડાવને કોઇ પણ કરો આમ તો રોકી શકાતો નથી પરંતુ ઇઝરાયલના વૈજ્ઞાાનિકોએ ૩૫ જેટલા વૃધ્ધોને યુવાન કર્યા હોવાનો દાવો કર્યો છે. જીનમાં ટેલોમરસ હોય છે જે ટુંકું થાય એટલે બુઢાપો આવે છે પરંતુ આ ટેલોમરસની લંબાઇ પ્રયોગ દ્વારા વધારવામાં આવી હતી. આ સ્ટડીમાં સામેલ લોકોને ૩ મહિના સુધી દર હપ્તે ૯૦ મિનિટના સેશનમાં બોલાવવામાં આવ્યા હતા. બધાને હાઇપર બેરિક ઓકસીજન રુમમાં બેસાડવામાં આવ્યા હતા.તેના પરીણામ સ્વરુપ બધાના ટેલોમરસમાં ૨૦ ટકા જેટલો વધારો થયો હતો.
તેલઅવિવ યુનિવર્સિટીમાં મેડિસીન અને ફેકલ્ટી ઓફ ન્યૂરો સાયન્સના ડોકટર અને મુખ્ય સંશોધક શેયાર એફર્ટીએ જણાવ્યું કે આ શોધ માટેની પ્રેરણા તેમને બહારની દુનિયામાંથી મળી હતી. નાસા દ્વારા એક જોડિયા બાળકને અંતરીક્ષમાં મોકલામાં આવ્યું અને બીજાને પૃથ્વી પર રાખવામાં આવ્યું હતું. અમારા સંશોધન મુજબ ટેલોમેરસની લંબાઇ વધી તેના આધારે બહારના વાતાવરણમાં પરીવર્તન ઉમર વધારવા માટે જવાબદાર સેલુલરને પ્રભાવિત કરી શકે છે. લાંબા ટેલોમેરસ સારા સેલુલર પરફોર્મન્સ સાથે સંકળાયેલા છે. થેરાપી દ્વારા સેન્સન્ટ સેલ દૂર કરવાથી બાકીનું જીવન ૩૩ ટકા વધી શકે છે. સંશોધન સાથે જોડાયેલા કોઇ પણ વ્યકિતની જીવનશૈલી કે ડાયટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
દરેકને એક માસ્ક દ્વારા ૧૦૦ ટકા ઓકસીજન શ્વાસ લેતા હાઇપરબેરિક રુમમાં રાખવામાં આવ્યા હતા. વૈજ્ઞાાનિકોનું માનવું હતું કે ઉમર વધવાથી અલ્ઝાઇમર,પાર્કિસન્સ,કેન્સર, હ્વદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આવે છે. વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો હતો કે જયારે બોડીમાં સેલ ફરી વાર બને ત્યારે યુવાની ઓછી થતી જાય છે. આ ટેલોમરસની ખામીના કારણે થાય છે. આ એ જ સ્ટ્રકટચર છે જેના દ્વારા ક્રોમોઝોમ્સ કેપ હોય છે. આમ ઉંમરને રોકવા માટે અને યુવાન રહેવાની દિશામાં ભવિષ્યમાં વધુને વધુ સંશોધનો પ્રયોગો થતા રહેશે.