- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ સોશિયલ મીડિયા ફુસબુકના યુઝર્સ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. દુનિયાભરમાં ફેસબુકના લગભગ 53.3 કરોડ યુઝર્સના પર્સનલ ડેટા કથિત રીતે ઓનલાઇન લીક થઇ ગયા છે ને તેને હેડિંગ પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવ્યા છે. હેક થયેલા 53.3 કરોડ ફેસબુક યુઝર્સના ડેટામાંથી 61 લાખ યુઝર્ઝ ભારતના છે. એક સાયબર સિક્યોરિટીઝ એક્ઝિક્યુટિવે આ માહિતી આપી છે. લીક થયેલા ડેટામાં યુઝર્સના નામ, ફોન નંબર અને અન્ય મહત્વપૂર્ણ તેમજ સંવેદનશીલ માહિતી છે. 31 સપ્ટેમ્બર, 2020 સુધી સમગ્ર દુનિયામાં ફેસબુકના 2.80 અબજ એક્ટિવ યુઝર્સ હતા.
સાયબર સિક્યોરિટીઝ કંપની હડસન રોક ના સહ-સંસ્થાપક તેમજ ચીફ ટેકનોલોજી ઓફિસર એલન ગાલે એક ટ્વિટ મારફતે આ મુદ્દો ઉઠાવ્યો છે. ગાલ એ કહ્યુ કે, 53.3 કરોડ ફેસબુક ડેટા મફતમાં લીક કરી દેવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય જો તમારો ફેસબુક એકાઉન્ટ છે, તો એ વાતની ઘણી સંભાવના છે, આ એકાઉન્ટની માટે વપરાયેલો ફોન નંબર લીક થઇ ગયો છે. ટ્વિટમાં વિવિધ દેશોના યુઝર્સની સંખ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમના ડેટા લીક થયા છે. જેમાં 53.3 કરોડ ફેસબુક યુઝર્સમાંથી 61 લાખ ભારતીય છે, તો 3.23 કરોડ અમેરિકન, 1.15 કરોડ બ્રિટન અને 73 લાખ ઓસ્ટ્રેલિયન નાગરિકો છે.
ફેસબુક એ શું કર્યુ
આ બાબતે સંપર્ક કરતા ફેસબુકના પ્રવક્તમાએ કહ્યુ કે, આ ડેટા જૂના છે, જેની માહિતી 2019માં મળી હતી. અમે આ સમસ્યાનો ઓગસ્ટ 2019માં જ ઉકેલ લાવી દીધો હતો. ગાલ એ કહ્યુ કે, વર્ષ 2020ની શરૂઆતમાં એક ખામી સામે આવી છે. જે મારફતે ફેસબુક એકાઉન્ટના ફોન નંબરને જોઇ શકતા હતા. તેનો ઉપયોગ કરીને દુનિયાભરના વિવિધ દેશોના 53.3 કરોડ યુઝર્સના ડેટા લીક કરાયા હતા. તેમણે કર્યુ કે, લીક થયેલા ડેટામાં ફોન નંબર, ફેસબુક આઇડી અને સંપૂર્ણ નામની માહિતી શામેલ છે. ગાલે કહ્યુ કે, કેટલાક લેભાગુ તત્વો આ માહિતીનો ઉપયોગ સોશિયલ એન્જિનિયરિંગ, કૌભાંડ, ઓનલાઇન છેતરપીંડિ, હેકિંગ અને માર્કેટિંગ માટે કરી શકે છે.