- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Telecom Company Bharti Airtel) તાજેતરમાં કોલકાતા (Kolkata) અને અન્ય ટેલિકોમ સર્કલ (Telecom Circle) બાદ કેરળ (Kerala)માં 3G સેવા બંધ કરી દીધી છે. અગાઉ કંપનીએ હરિયાણા (Haryana)માં તેનું 3G નેટવર્ક બંધ કરી દીધું હતું.
કંપનીએ કહ્યું કે અહીં 4G નેટવર્ક વધુ સારું કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેથી યુઝર્સને કોઈ નુકસાન થશે નહીં, તેના બદલે ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ હાઇ સ્પીડ (World Class High Speed) નેટવર્ક આપી શકાશે. કંપનીનો ઈરાદો ધીરે ધીરે દેશભરમાં 3G નેટવર્ક બંધ કરવાનો છે, જે અંતર્ગત આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
કંપનીએ 3G સ્પેક્ટ્રમને 4G નેટવર્કમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. વળી કંપની હવે તમામ ટેલિકોમ સર્કલમાં યુઝર્સોને 4G VoLTE સેવા પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
જો સિમ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે ઇન્ટરનેટ
મીડિયા અહેવાલો અનુસાર, ભારતી એરટેલ પોતાનું 2G નેટવર્ક બંધ કરી રહ્યું નથી. કંપની હાલમાં તેનું 3G નેટવર્ક અપગ્રેડ કરી 4G પર સ્થળાંતર કરી રહી છે.