- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : મહાન ફુટબોલર ડિઆગો મારાડોનાનું 60 વર્ષની વયે નિધન થઇ ગયું છે, તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો, અર્જેન્ટિનાનાં સ્થાનિક મિડિયાએ સમાચાર આપ્યા હતાં. મહાન ફુટબોલરને પોતાના ઘરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો, બે સપ્તાહ પહેલા જ તેમને બ્રેઇનમાં ક્લોટનાં કારણે સર્જરી કરાવવી પડી હતી.મેરેડોનાને સર્વકાલિન મહાન ફૂટબોલર કહેવામાં આવે છે.
તેમણે 1986માં આર્જેન્ટિનાને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેંમની કારકિર્દી શાનદાર રહી હતી. મેરેડોનાએ બોકા જુનિયર્સ, નેપોલી અને બાર્સિલોના સિવાય અન્ય ક્લબો માટે પણ રમી ચૂક્યાં છે. 1986માં ઇંગ્લેન્ડ સામેની ટૂર્નામેન્ટમાં મેરેડોનાને 'હેન્ડ ઓફ ગોડ' માટે યાદ કરવામાં આવે છે.
ડ્રગ્સ અને દારૂના વ્યસનને કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યા છે. આર્જેન્ટિના ફુટબોલ એસોસિએશને શોક વ્યક્ત કરતા કહ્યું કે, "અમારા લિજેન્ડનાં અવસાનથી અમે શોક ડુબી ગયા છીએ, તમે હંમેશા અમારા દિલમાં રહેશો." આર્જેન્ટિના તરફથી રમતા મેરાડોનાએ 91 મેચોમાં 34 ગોલ કર્યા હતા. મેરેડોના આર્જેન્ટિના તરફથી ચાર વર્લ્ડ કપ રમી ચૂક્યા છે.
આર્જેન્ટિનાને એકલા હાથે પહેલીવાર ચેમ્પિયન બનાવ્યું
1986 નો વર્લ્ડ કપ સંપૂર્ણપણે મેરેડોનાનાં નામે રહ્યો. તેમને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી અને તે એકલા હાથે પહેલીવાર આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવીને પાછા ફર્યા હતા. તેમણે પાંચ ગોલ કર્યા અને પાંચમાં મદદ કરી. તેમને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ એવોર્ડ પણ મળ્યો.
'ડિએગો-ડિએગો' નું નામ તેમના દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ગુંજી ઉઠ્યું. તે સમયે મારાડોના સૌથી લોકપ્રિય વ્યક્તી બન્યા હતા. 1997 માં તેમના જન્મદિવસ પર ફૂટબોલમાંથી નિવૃત્ત થયા. 2008માં લિયોનેલ મેસ્સીના કોચ બન્યા હતા, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં ટીમ હારી ગઈ હતી.