- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને ત્યાંથી સારા સમાચાર આવ્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીને ત્યાં ગત સપ્તાહે નવું મહેમાન પુત્ર રત્નનો જન્મ થયો છે. મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે એટલે સ્વાભાવિક છે કે તેમનો પૌત્ર પણ અત્યારથી જ અબજો રૂપિયાનો માલિક હોય.
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ પ્રમાણે, 15 ડિસેમ્બર 2020ના રોજ મુકેશ અંબાણી દુનિયાના 10માં નંબરના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તે સમયે તેમની કુલ સંપત્તિ 76.3 અબજ ડોલર હતી. ગત ઓગસ્ટમાં તેમની કુલ સંપત્તિ 80 અબજ ડોલરને પાર કરી ગઈ હતી. પરંતુ આ સમયે તેમની સંપત્તિમાં 43.7 અબજ ડોલરનો ઘટાડો થયો છે જેના કારણે તેઓ અમીરોની યાદીમાં 10માં સ્થાને છે.
મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છે. બે દીકરા અને એક દીકરી, હવે આપણે એમ માનીને ચાલીએ કે તેમની સંપત્તિનો ભાગ ત્રણેય સંતાનોમાં સરખા ભાગે વેચી દેવામાં આવે છે તો પણ આકાશ અંબાણીના ભાગમાં 25.43 અબજ ડોલરની સંપત્તિ આવે છે. હાલ તેમને એક જ સંતાન છે. એટલે કે તેમની તમામ સંપત્તિનો માલિક આ નાનકડો બાળક જ છે. હાલના સમયમાં એક અમેરિકન ડોલરનું મૂલ્ય 73.57 રુપિયા છે. એટલે કે ભારતીય રુપિયામાં મુકેશ અંબાણીના પૌત્ર પાસે હાલના સમયે જ 1870.88 અબજ રૂપિયાની સંપત્તિ છે.
આ વર્ષે એપ્રિલ પછી, ઘણી વૈશ્વિક કંપનીઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલોજી યુનિટ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. 22 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સૌ પ્રથમ 9.99 ટકા હિસ્સા માટે 43,574 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા કરી હતી. ત્યારબાદ, ઘણી કંપનીઓએ જિયો પ્લેટફોર્મ્સમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી. છેલ્લે ગૂગલે પણ 7.7% હિસ્સો માટે 33,737 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આને કારણે રિલાયન્સના શેરની કિંમત બે હજાર રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.