- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

રોડ ટ્રિપની એક આગવી જ મજા છે. ખાસ કરીને લાંબી રોડ ટ્રિપ્સની. ત્યારે આવા સમયે જો દિલ્હીથી લંડન એ પણ બાઈ રોડ ટ્રિપ મળી જાય તો, પછી કહેવુ જ શું. બિલ્કુલ હવે આ સપનું પણ તમારુ પુરૂ થવા જઈ રહ્યુ છે. હવે તમે રોડ માર્ગે દિલ્હીથી લંડન જઈ શકશો. આ બસ જર્ની મે 2021માં શરૂ થવાની છે. ગુરૂગ્રામની ખાનગી ટ્રાવેલર કંપની એડવેંચર્સ ઓવરલૈંડે ‘બસ ટૂ લંડન’ લોન્ચ કરી છે. આ બસના માધ્યમથી 70 દિવસમાં દિલ્હીથી લંડન પહોંચી શકાશે. આ સફર એકતરફી રહેશે. દિલ્હીથી લંડન સુધી બસ યાત્રા કરવા માટે 20,000 કિમીનું અંતર કાપવું પડશે.
આ રીતના છે પેકેજ
મુસાફર ઈચ્છે તો, આખી ટ્રિપનું બુકીંગ કરી શકે છે, અથવા તો ચાર લૈગ્સમાંથી પસંદગી કરી શકશે. જેમાં દક્ષિણ પૂર્વ એશિયા (11 રાત્રિ, 12 દિવસ), ચીન (15 રાત્રિ, 16 દિવસ), મધ્ય એશિયા (21 રાત્રિ, 22 દિવસ), અને યુરોપ (15 રાત્રિ, 16 દિવસ) શામેલ છે.
ખર્ચ અને રૂટ
જો તમે દિલ્હીથી લંડન સુધીની પુરી યાત્રા બસ દ્વારા કરવા ઈચ્છતા હોવ તો, ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા છે. તો વળી તમે 4 લૈગ્સમાંથી કોઈ પણ એકની પસંદગી કરો છો, તો પ્રતિ વ્યક્તિ રૈંઝ 3.5 લાખથી 4.95 લાખ રૂપિયા સુધી રહેશે.
આટલા દેશોમાંથી પસાર થશે બસ
70 દિવસના સફરમાં તમારે 18 દેશોમાંથી પસાર થવું પડશે. જેમાં ભારત, મ્યાનમાર, થાઈલેંડ, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેન્ડ, બેલ્ઝિયમ, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગડમ.
હોટલમાં હશે ટ્વિન શેયરિંગ
આ સફરમાં હોટલમાં રહેવાનું ટ્વિન શેયરિંગ બેસિસ પર હશે. મુસાફરોને 4 અથવા 5 સ્ટાર હોટલમાં રોકવામા આવશે. દરેક પ્રકારની પરિસ્થિતી જેવી કે, કરન્સી એક્સચેંજ, લોકસલ સિમ કાર્ડ લેવું આ તમામ પ્રકારની સુવિધા માટે મુસાફરોની મદદ માટે એક પ્રોપર ક્રૂ બસમાં સાથે રહેશે.
20 મુસાફરો હશે
આ બસમાં 20 મુસાફરો બેસવાની વ્યવસ્થા હશે. તમામ સીટો બિઝનેસ ક્લાસની રહેશે. બસમાં 20 સવારી ઉપરાંત 4 અન્ય લોકો પણ હશે. જેમાં એક ડ્રાઈવર, એક આસિસ્ટેંટ ડ્રાઈવર, ઓર્ગેનાઈઝરની તરફથી એક શખ્સ અને એક ગાઈડ હશે. 18 દેશોમાંથી આ સફરમાં ગાઈડ બદલાતા રહેશે.
ટ્રાવેલ કંપની કરશે વિઝાની વ્યવસ્થા
એક વ્યક્તિને આ બસમાં સફર કરવા માટે 10 વિઝાની જરૂર પડશે.મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તે માટે ટ્રાવેલર કંપની જ વિઝાની વ્યવસ્થા કરી આપશે.