- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
health-news-india
|
April 05, 2021, 4:01 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ વેક્સિનના બે ડોઝ લે તે જરૂરી છે પરંતુ જે લોકોને પહેલા સંક્રમણ લાગી ચુક્યું છે તેમનામાં વેક્સિનનો એક જ ડોઝ એન્ટીબોડીના સ્તરને વધારી દે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ વેક્સિન લેનારા લોકો પર કરેલા એક સંશોધનમાં આ ખુલાસો થયો છે.
એન્ટીબોડીમાં 500 ગણો વધારો
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોરોનાથી સાજા થયા હોય તે લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ 500 ગણા એન્ટીબોડી વધારી દે છે. આ લોકોમાં બીજા ડોઝની આટલી અસર નથી જોવા મળતી.
નવી દિલ્હી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)ના વૈજ્ઞાનિકોએ સ્વાસ્થ્યકર્મીઓ પર અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો હતો. સંશોધનમાં બે અલગ-અલગ જૂથને વેક્સિન આપ્યા બાદ એન્ટીબોડીના સ્તરની તપાસ કરવામાં આવી હતી.
Read More:
Single dose vaccine
Covid 19 survivors
COVID 19
coronavirus vaccine
coronavirus outbreak
Coronavirus Tests
Web Title: Single-dose vaccination may be effective for Covid-19 survivors: Study
Latest