- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : મોંઘવારી, આર્થિક મંદીના ભણકારા વચ્ચે નવા હેન્ડસેટની સરેરાશ કિંમતમાં સતત વધારો થતાં વર્ષ 2022ના પ્રથમ છ માસિકગાળામાં નવા સ્માર્ટફોનની સરખામણીએ સેકન્ડ હેન્ડ એટલે કે યુઝ્ડ સ્માર્ટફોનની માંગમાં ઘણો વધારો થયો છે.
ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને જણાવ્યુ કે, વર્ષ 2021માં આ સેગમેન્ટ 2.3 અબજ ડોલરનું હતુ જે વધીને વર્ષ 2025માં 4.6 અબજ ડોલરને આંબી જવાની અપેક્ષા છે.
મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના વિશ્લેષકો અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેકન્ડહેન્ડ ફોન સેક્ટરમાં હવે વધારે રોકાણ અને નવા ખેલાડીઓ પ્રવેશી રહ્યા છે. આ સેગમેન્ટ સ્માર્ટફોનથી આગળ ઑફલાઇન સેગમેન્ટ અને કેટેગરીઓમાં વિસ્તરણ પામી રહ્યુ છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના સિનિયર રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, સેકન્ડરી માર્કેટની વૃદ્ધિ એ નવા ખેલાડીઓના સતત પ્રવેશ અને ગ્રાહકોમાં સેકન્ડ હેન્ડ ફોનના વિકલ્પો વિશે જાગૃતી વધતા આ સેગમેન્ટ ઝડપથી વિસ્તરણ પામી રહ્યુ છે.
નોંધનીય છે કે, વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં એકંદર સ્માર્ટફોન માર્કેટ વાર્ષિક ધોરણે એક ટકા ઘટ્યું છે.
જો કે ગત વર્ષની જેમ સેકન્ડ હેન્ડ ફોન માર્કેટ ચાલુ વર્ષે ઝડપી વૃદ્ધિ પામશે તેવી શક્યતા નથી. ગત વર્ષે નવા સ્માર્ટફોન માર્કેટમાં સાત ટકાની વૃદ્ધિ સાથે સેકન્ડ હેન્ડ ફોન માર્કેટ 25 ટકાના દરે વધ્યુ હતુ.