- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : દુનિયાભરમાં કોરોના મહામારી ફરી ફેલાતા ચાલુ જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક દરમિયાન મોબાઇલની શિપમેન્ટ 20 ટકા ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓમિક્રોનના સંક્રમણના લીધે કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી છે જેના પગલે કંપનીઓ ઉત્પાદન મર્યાદિત કરવા માટે મજબૂર છે અને તેના પરિણામ મોબાઇલના વિવિધ પાર્ટ્સ અને સેમિકન્ડક્ટરની અછત સર્જાઇ શકે છે.
આથી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મોબાઇલ ફોનની શિપમેન્ટ ક્વાર્ટરની સરેરાશ 5.4થી 5.5 કરોડ યુનિટથી લગભગ 20 ટકા ઓછી રહેવાની ધારણા છે. જેમાં સ્માર્ટફોનની શિપમેન્ટ લગભગ 11થી 14 ટકા ઘટી શકે છે.
એક રિસર્ચ ફર્મના અંદાજ મુજબ માર્ચ ક્વાર્ટરમાં મોબાઇલની શિપમેન્ટ એકંદરે 4.3થી 4.4 કરોડ યુનિટની આસપાસ રહી શકે છે. જેમાં સ્માર્ટફોનની શિપમેન્ટ 3થી 3.2 કરોડ યુનિટ રહેવાની ધારણા છે જે સામાન્ય રીતે સરેરાશ 3.5થી 3.6 કરોડ યુનિટ રહે છે. 2021ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ 16.3 કરોડ નંગ મોબાઇલની શિપમેન્ટ થઇ છે જે વર્ષ 2022માં 17.9 યુનિટ રહેવાની સંભાવના છે.
કોરોના સંક્રમણના વધી રહેલા કેસો ગ્રાહક માનસિકતા પર પ્રતિકુળ અસર કરતા માંગને મર્યાદિત કરી શકે છે અને ઇન્વેન્ટરીના બોજથી બચવા માટે કંપનીઓ નવા મોડલના લોન્ચિંગને સિમિત કરી શકે છે.