- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
gadget-news-india
|
March 11, 2020, 9:15 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારતમાં દિવસેને દિવસે વિવિધ ટેકનોલોજી સાથે ગેઝેટો પણ ઉભરાઈ રહ્યા છે. આ ગેઝેટમાં એક વધુ ગેઝેટ ઉમેરાયું છે અને તે છે સ્માર્ટ પંખો... હા આ કોઈ જેવો-તેવો પંખો નથી, આ એક લક્ઝુરીયસ પંખો છે અને તે પણ બે પાંખીયાવાળો, જેને ઘરમાં લગાવતાની સાથે જ તમને હોલિવૂડ ફિલ્મોની યાદ આવી જશે. આ પંખો ન શોર કરશે ન બકોર કરશે... તો સાથે તમારા અવાજથી ચાલશે. તો જાણીએ આ સ્માર્ટ પંખાની ખાસીયત...
Luxaire Fan LUX 1020ની ખાસીયત
- સ્માર્ટ હોમ ડિવાઈઝ બનાવનાર કંપની Luxaire એ ભારતમાં પોતાનો નવો ફૈન LUX 1020 ને લોન્ચ કરી દીધો છે.
- આ ફેનની ખાસિયત એ છે કે, તેમાં એક જ સિંગલ બ્લેડ આપવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારના પંખા માત્ર હોલીવુડની ફિલ્મોમાં જ જોવા મળે છે.
- આ ફેનને સામાન્ય સીલિંગ ફૈનની સરખામણીમાં એયરોડાનૈમિક્સના સિદ્ધાંતોની અનુરુપ બનાવવામાં આવ્યો છે.
વ્યાપાર સમાચાર હવે ટેલીગ્રામ ઉપર પણ ઉપલબ્ધ છે. આ લીંક https://t.me/Vyaapaar ક્લીક કરો અને મેળવો શેરબજાર, નાણાબજાર અને કોમોડીટીઝના તાજા સમાચાર.
આ સ્માર્ટ પંખો બચાવશે વીજળી
- ABS બ્લેડમાં વિશેષ રૂપે થૂ ડિઝાઈન કરવામાં આવેલ એયરોફ્વોઈલ પ્રોફાઈલ છે, જેમાં આ પંખો ઓછી RPM પર ચાલી શકે છે. અને તો પણ 4100 CFMનો ઉચ્ચ પવન આપે છે.
- પોતાના આ સ્માર્ટફેનને લઈ કંપનીએ દાવો કર્યો છે કે, આ સામાન્ય પંખાની સરખામણીમાં વિજળીની અડધો વપરાશ કરે છે.
- આ પંખાનો વિજળી વપરાશ 36 વોટ થઈ જશે. આ રીતે નાના રૂમમાં ઓછામાં ઓછા અવાજ સાથે કૂલિંહ સુનિશ્વિત કરે છે.
મોટર સાથે 15 વર્ષની વોરંટી
- પંખાની ડિઝાઈન વર્ચુઅલી હવાના કોઈપણ પ્રકારના શોરને દૂર કરે છે. આ ફેન લક્સ 1020 કળાનો નમૂનો છે. જે ડ્યૂલ માઉન્ટિંગ ઓપ્શનની સાથે આવે છે. તેની મોટર સાથે 15 વર્ષની વોરંટી મળી રહી છે.
- આ પંખાની કિંમત 92,000 રૂપિયા છે. આ પહેલા કંપનીએ હાલમાં જ ભારતમાં આઈઓટી ઈનેબલ્ડ લક્સ 5130 સ્માર્ટ ફેન લોન્ચ કર્યુ હતું.
- જે લક્ઝેયરનો આ પંખો બ્રશલેસ ડીસી મોટર ટેકનકથી લેસ છે. સામાન્ય રીતે પરંપરાગત પંખામાં 3 ડૈને હોય છે, પરંતુ લક્ઝેયરના આ સ્માર્ટ પંખામાં 4 ડૈને છે.
પંખામાં એમેઝોન એલેક્સા અને વાઈ-ફાઈનો સપોર્ટ
- આ ફેનને ફોન અને રિમોટથી પણ કંટ્રોલ કરી શકાય છે. આ ફેનમાં વાઈ-ફાઈનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.
- જો કે, આ ફેનની બીજી એક ખાસિયત પણ છે કે, તેમાં રેગ્યુલેટ લગાવવાની જરુરિયાત રહેતી નથી. આ પંખામાં એમેઝોન એલેક્સાનો પણ સપોર્ટ છે. જેથી તેને વોયસ કમાન્ડથી પણ કંટ્રોલ કરી શકાય છે.
Web Title: Luxaire’s Single Blade Luxury Fan Lux 1020 Lauched In India At Rs 92,000
Latest