- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
સાઉથ કોરિયન કંપની LG સ્માર્ટફોન બિઝનેસના માર્કેટમાંથી હવે બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. LGના એક અધિકારીએ કહ્યુકે, કંપની તમામ સંભવિત ઉપાયો અંગે વિચારણા કરી રહીછે. તેમાં વેચાણ સહિત તમામ પ્રકારના બિઝનેસ શામલે છે. એક નવા રિપોર્ટમ જબ કંનપી મોબાઇલ બિઝનેસના લગભગ 60 ટકા કર્મચારીઓને અન્ય બિઝનેસમાં શિફ્ટ કરી રહી છે જ્યારે બાકીના 40 ટકા કર્મચારીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. એવી પણ સંભાવના છે કે કંપની 40 ટકા કર્મચારીઓની સાથે સ્માર્ટફોન બિઝનેસ ચાલુ રાખી શકે છે સંપૂર્ણપણે આ બિઝનેસ બંધ ન પણ કરે.
કોરિયા હેરાલ્ડની એક રિપોર્ટ મુજબ કંપનીના સીઇઓ Kwon Bong-seok એ પોતાના કર્મચારીઓને એક ઇ-મેલ મોકલ્યો છે. જેમાં તેમણે સ્માર્ટફોન બિઝનેસ બંધ કરવાની વાત કહી છે. પાછલા પાંચ વર્ષોમાં LGને 4.5 અબજ ડોલર એટલે કે 32,856 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવુ પડ્યુ છે. આ સત્તાવાર આંકડા છે. એવામાં કંપની સ્માર્ટફોન બિઝનેસમાંથી નીકળવાનું વિચારી રહી છે. સ્માર્ટફોનમાં વધી રહેલી સ્પર્ધાથી LGએ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, LG કંપની છેલ્લા 22 ક્વાર્ટરથી સતત ખોટ કરી રહી છે.
LGની સ્પર્ધા તેની સ્થાનિક કંપની સેમસંગ સાથે તો છે જ, ઉપરાંત બજેટ સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપની શાયોમી, ઓપો, વિવો અને વનપ્લસ જેવી કંપનીઓ સાથે પણ છે. જો કે કંપનીના સીઇઓ એ સ્પષ્ટપણે કહ્યુ છે કે કોઇ પણ કર્મચારીને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે નહીં.