- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ દેશમાં સ્માર્ટફોનની માંગમાં નવેસરથી વૃદ્ધિ અને ડિવાઇસની વધતી કિંમતોના પરિણામે વર્ષ 2021માં ભારતનું સ્માર્ટફોન માર્કેટ 2 લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નને વટાવી શકે છે.
ગત વર્ષે મહામારીના વિક્ષેપોને લીધે પ્રથમ વખત ભારતમાં સ્માર્ટફોન માર્કેટના કદમાં ઘટાડો થયો હતો, વર્તમાન વર્ષ દરમિયાન, સ્માર્ટફોન માર્કેટ વોલ્યુમ અને વેલ્યૂની દ્રષ્ટિએ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કરે તેવી અપેક્ષા છે.
વર્ષ 2020 ના પહેલા ભાગમાં, કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને પગલે સ્થાનિક બજારોમાં ડિવાઇસની સપ્લાયમાં વિક્ષેપ અને કોમ્પોનન્ટ્સની અછત સર્જાવાના કારણે સ્માર્ટફોન માર્કેટની કમરભાંગી અને વેચાણ નોંધપાત્ર ઘટ્યુ હતુ.
આઈડીસીએ નોંધ્યું છે કે, "ફરજિયાત ઘરમાં પુરાઇ રહેવાની નોબત, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન એજ્યુકેશન, મુસાફરી પર પ્રતિબંધો અને મેન્યુફેક્ચરીંગની કામગીરી બંધ રહેવાના લીધે પ્રથમ છ માસિકગાળામાં સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો અને આ સમયગાળા દરમિયાન શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.