- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : કેલેન્ડર વર્ષ 2022ના એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળા દરમિયાન વૈશ્વિક બજારોમાં સ્માર્ટવોચની શિપમેન્ટ વાર્ષિક તુલનાએ માત્ર 13 ટકાના દરે વધી છે ત્યારે બીજી બાજુ ભારતમાં તેની શિપમેન્ટ 347 ટકાના દરે વધી છે. આ સાથે જ ચીનને પછાડી ભારત સ્માર્ટવોચનું બીજા ક્રમનું સૌથી મોટુ માર્કેટ બની ગયુ છે.
ભારતમાં પણ સ્માર્ટવોચ પહેરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતે પ્રથમ વખત ચીનને પછાડીને બીજા સૌથી મોટા સ્માર્ટવોચ માર્કેટ તરીકે ઉભરી લીધું છે. ફાયર-બોલ્ટ અને નોઈઝ જેવા ભારતીય ઓરિજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ એ વૈશ્વિક બજાર હિસ્સામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઉત્તર અમેરિકા 26 ટકાના સ્માર્ટવોચ શિપમેન્ટ સાથે ટોચનું સ્થાન યથાવત રહ્યુ છે.
અગાઉના માર્ચ ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે રહેલા ચીન ખાતે જૂન ક્વાર્ટર દરમિયાન સ્માર્ટવોચની શિપમેન્ટમાં વાર્ષિક તુલનાએ 10 ટકાનો ઘટાડો થતા તે ત્રીજા સ્થાને ધકેલાયુ ગયુ છે.
અહેવાલો અનુસાર કોવિડ-19 લોકડાઉનને કારણે ગ્રાહકોની માંગમાં ઘટાડો અને નકારાત્મક આર્થિક વૃદ્ધિથી ચીને સ્માર્ટવોચનું ટોચનું સ્થાન ગુમાવ્યુ છે. યુરોપ જે અગાઉના ક્વાર્ટરમાં ત્રીજા ક્રમે હતું, તે રશિયા-યુક્રેન યુદ્ધના એક કારણ 13 ટકાના ઘટાડા સાથે ચોથા સ્થાને ગયું છે.