- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રહેલા કોઈ પણ ખેલાડીના રિટાયરમેન્ટ બાબતે વિવાદો સર્જાતા હોય છે. અત્યારે દેશના આવા જ એક ધુરંધર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં BCCI કહી રહ્યું છે કે, ધોનીએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ, પરંતુ જો BCCI દ્રારા ફોર્સ કરવામાં આવશે તો ધોનીના પ્રશંસકો BCCIની આ વાતનો વિરોધ કરી શકે છે.
હકીકતમાં, ICC વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર બાગ ધોનીની ક્રિકેટ કરિયર ખતમ થવાનું નક્કી હોવાનો સિલેક્ટરો સંકેત આપી રહ્યા છે. જો ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃત્તિ નહિં તો ટીમ ઈન્ડિયા માટે ક્યારેય નહિં રમી શકે તેવું BCCIનું કહેવું છે.
હજૂ સુધી BCCIના સિલેક્ટરો અને ધોની વચ્ચે આ બાબતની વાત નથી થઈ. જો ધોની પોતાના નિર્ણયની જાણ નહિં કરે તો મુખ્ય સિલેક્ટર એમ એસ કે પ્રસાદ તેમની સાથે ટૂંકસમયમાં વાત કરશે.
BCCIના સૂત્રો અનુસાર, આ સિલેક્ટરો T20 વર્લ્ડ કપ-2020ના પ્લાનનો ભાગ નથી. તેમણે સન્માન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવું જોઈએ. હવે તેઓ પહેલા જેવો લય હાંસિલ નહિં કરી શકે, જે પહેલા હતો. ધોની હવે એવા ફિનિશર નથી રહ્યા. 6-7 બોલ પછી સંઘર્ષ કરતા દેખાતા ધોનીથી ટીમને નુકશાન પહોંચી શકે છે. ધોનીનું પ્રદર્શન સારૂ જ રહ્યું છે જે અંગે તેમને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરવાર કરવાની જરૂર નથી. જો કે, ધોનીના ફેન્સનું કહેવું છે કે, ધોની હજૂ પણ સારૂ પ્રદર્શન કરી શકે છે.