- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે 2 એપ્રિલ 2011ને 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસિલ કર્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વનડે વિશ્વ કપ પોતાને નામે કર્યો હતો.
ફાઈનલ મેચમાં ગૌતમ ગંભીર 97 રન જ્યારે ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા. યુવરાજસિંહે અણનમ 21 રન ઉપરાંત 2 વિકેટ પણ ઝડપી હતી. ફાસ્ટ બોલર ઝહિર ખાને પણ 2 વિકેટ લીધી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયાને સિક્સર ફટકારી શાનદાર જીત અપાવી હતી. મુનાફ પટેલને ભલે ફાઈનલમાં કોઈ વિકેટ મળી નહોતી પરંતુ તેણે વધારે રન પણ આપ્યા ન હતા.
આ જીતને યાદ કરતાં ગંભીરએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વર્લ્ડ કપના વિજયના સંભવત 14 ગુમનામ હીરો હતા. મુનાફ, હું, હરભજન સિંહ અને વિરાટ કોહલી જેમણે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી, સુરેશ રૈના જેમણે પાકિસ્તાન સામે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. ઉપરોક્ત તમામ ખેલાડીઓનું યોગદાન અતુલ્ય હતું. જો હું આજથી 10 વર્ષ પહેલાં જોઉં તો મને લાગે છે કે યુવરાજને ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’ બનાવવામાં આવ્યો હોવા છતાં, તે ‘ગુમનામ’ હીરો રહ્યો હતો. તમે તેમના વિશે વાત નથી કરતા, લોકો ફક્ત એક સિક્સર વિશે વાત કરે છે. આ બધાના યોગદાનથી જ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું.
ભારતને ફાઇનલમાં જીતવા માટે જ્યારે 11 બોલમાં 4 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ સિક્સર લગાવીને વર્લ્ડ કપ ભારતના નામે કર્યો હતો. યુવરાજે વર્લ્ડ કપમાં 362 રન બનાવ્યા હતા ઉપરાંત 15 વિકેટ લીધી હતી. યુવીએ ભારતને ટી20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
On,. This day india won the ICC World Cup final 2011 after 28 year's and captain Ms Dhoni hit a magnificent six and finish this match #worldcup #msdhoni pic.twitter.com/ptOJ3N5y36
— Shamsroj Khan (@shamsroj) April 2, 2021
યુવરાજે પાંચમા બોલરની ભૂમિકા નિભાવી હતી. ગંભીરે કહ્યું કે, લોકો કહેતા કે હું આ જીતનો અનસીન હીરો છું. પરંતુ મારા માટે બંને વર્લ્ડ કપમાં યુવરાજે અનસીન હીરોની ભૂમિકા ભજવી હતી. મને લાગે છે કે ભારત તેના યોગદાન વિના 2011માં વર્લ્ડ કપ જીતી જ ન શક્યું હોત. તે મારા માટે બંને વર્લ્ડ કપમાં મોટો ખેલાડી હતો. જો મારે બંને વર્લ્ડ કપમાં એક ખેલાડીનું નામ લેવું હોય, તો તે યુવરાજનું હશે. હા, 2007ના ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં મેં 75 રન બનાવ્યા હતા, પણ મને લાગે છે કે તે જે કરે છે તેની સાથે કોઈ મેચ કરી શકે નહીં.