- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ આજના સમયમાં સુરક્ષિત અને મજબૂત વાહનની આવશ્યકતા ઘણી વધી ગઇ છે. ભારતના રોડ-રસ્તાઓ પર અકસ્માતની દ્રષ્ટિએ સુરક્ષિત કાર બનાવવામાં દેશી કંપનીઓ કોઇ પણ રીતે પાછળ નથી. માર્ગો પર અકસ્માત થયા બાદ કારની સુરક્ષાની ખાતરી કરવાના ઉદ્દેશ્યથી ક્રેશ ટેસ્ટ કે સેફ્ટી ટેસ્ટ કરવામાં આવશે. જો તાજેતરના કાર સેફ્ટી ટેસ્ટની વાત કરીયો તો ભારતના માર્ગો પર દોડતી ટાટા મોટર્સ અને મહિન્દ્રા- મહિન્દ્રાની કાર વૈશ્વિક માપદંડો પર ખરી ઉતરી રહી છે.
ગ્લોબલ ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામના આંકડાથી આ માહિતી મળી છે. બ્રિટનની એક ચેરિટી સંસ્થા દુનિયભરમાં રસ્તાઓ માટે સુરક્ષિત કાર બનાવવાની દિશામાં એસેસમેન્ટ પ્રોગ્રામ ચલાવી રહી છે. હકીકતમાં ભારતીય કાર ઉત્પાદકો જ આવી કરી રહ્યા છે જેઓએ એડલ્ટ ઓક્યુપેન્ટ સેફ્ટીના મામલે 5માંથી 5 નંબર હાંસલ કર્યા છે.
આ ક્રેશ ટેસ્ટમાં બહુ વધારે સ્પીડમાં ગાડીને ટક્કર લાગતા કારની સુરક્ષા અંગે ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. ગ્લોબલ એનસીએપીના પ્રમુખ ડેવિડ વોર્નરે કહ્યુ કે, ગ્લોબલ ન્યુકાર એસેસમેન્ટ પ્રોગ્રામ અલગ-અલગ કાર કંપનીઓના નિર્માણના વિસ્તારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ જેવુ રસપ્રદ છે કે ટાટા અને મહિન્દ્રા ભારતની માટે માર્ગો પર સુરક્ષિત કાર બનાવવાની દિશામાં સારી કામગીરી કરી રહી છે. તેમણે કહ્યુ કે, ભારતે પાછલા કેટલાક વર્ષોમાં આ મામલે ઘણી પ્રગતિ કરી છે. પાછલા એક દાયકામાં ભારતમાં દેશી કાર કંપનીઓએ દેશના માર્ગો પર દોડતી કારને સુરક્ષિત બનાવવામાં મોટી યોગદાન આપ્યુ છે.
આ સંસ્થાએ ભારતમાં વેચાતી 42 કારનું ક્રેશ ટેસ્ટ કર્યુ હતુ. વર્ષ 2014થી ભારતમાં વેચાઇ રહેલી આ કારના ક્રેશ ટેસ્ટમાં મહિન્દ્રાની xuv3oo, ટાટાની અલ્ટરોઝ અને ટાટા નેક્સન સૌથી સુરક્ષિત કાર સાબિત થઇ છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યુ કે, મારી માટે સૌથી ગર્વની વાત એ છે કે ક્રેશ ટેસ્ટમાં 5 સૌથી સુરક્ષિત કારમાં તમામ ભારતીય છે.
સુરક્ષાની ખાતરી કરવા માટે, અત્યાર સુધીમાં ક્રેશ ટેસ્ટ કરાયેલા મોટાભાગના વાહનોના પ્રાઇસ 10 લાખ રૂપિયાથી નીચે આવે છે અને વિદેશી ઓટોમેકર્સ દ્વારા વેચાયેલી ઘણી પ્રીમિયમ કારોનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી. જો તેમનું પણ ક્રેશ ટેસ્ટ કરવામાં આવે તો આ વાહનો સુરક્ષિત થઈ શકે છે.
ક્રેશ ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અન્ય કારમાં મહિન્દ્રા થાર શામેલ છે, જેને આ અઠવાડિયાની શરૂઆતમાં 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. ટાટા ટિઆગો અને ટિગોર, ફોક્સવેગન પોલો, મહિન્દ્રા મેરાઝો, ટોયોટાની હાલ બંધ થયેલ ઇટીયોઝ અને મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા પણ આ યાદીમાં ટોપ-10 માં સામેલ છે.