- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : યુનાઈટેડ કિંગડમ (યુકે) માં ઘણી એરલાઈન એક પરિવારના લોકોને એક સાથે બેસાડવા માટે તેની પાસેથી વધારાની રકમ વસુલી રહી છે. યૂકે સિવિલ એવિએશન ઓથોરીટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક તપાસમાં આ વાત સામે આવી છે. તે અનુસાર ઘણી એરલાઈન્સ સાથે મુસાફરી કરી રહેલા પરિવારના લોકોને એક બીજાથી દૂર સીટ આપી રહી છે અને પરિવારના લોકોને પાસે પાસે સીટ આપવાની વિનંતિ કરવા પર તેની પાસેથી વધારાની રકમની વસુલાત કરવામાં આવી રહી છે.
આ વિશે ડિજિટલ મિનિસ્ટર માગોર્ટ જેમ્સે એક પાર્લામેન્ટરી કોમ્યુનિકેશન કમિટીને જણાવ્યુ કે કેટલીક એરલાઈન્સે એક એવા પ્રકારનુ માળખુ શેટ કર્યુ છે કે જે અટકના આધાર પર સાથે મુસાફરી કરનાર પ્રવાસીઓની ઓળખ કરી લે છે. તે પછી એક અટક ધરાવતા લોકોને એકબીજાથી અલગ બેસાડવામાં આવી રહ્યા છે. જો કોઈ પરિવાર સાથે બેસવા માગે છે તો તેની પાસેથી વધારાની ફિ વસુલ કરવામાં આવે છે.
પ્લેનની મુસાફરી કરના લોકોએ જૂન 2017માં અનુભવ કરવાનો શરૂ કર્યો કે જો તે પોતાના પરિવારને બેસવા માટે વધારાની રકમ નથી આપતા તેમને મુસાફરી દરમિયાન અલગ અલગ જગ્યાએ સીટ આપવામાં આવી રહી છે. આ પ્રકારનો અનુભવ ખાસ કરીને યુરોપની મોટી એરલાઈન કંપની રાયનેયરના મુસાફરોને થયો છે. જો કે આ એરલાઈન કંપનીએ આ વાતનો ક્યારે સ્વિકાર નથી કર્યો. કંપનીનુ કહેવુ છે કે જે લોકો તેની પસંદગીની સીટ માટે વધારાની રકમની ચુકવણી નથી કરતા તેમને રેંડમલી સીટ આપી દેવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે મંત્રલય દ્વારા એક વર્ષ કરતા વધુ સમયથી આ બાબત અંગે તપાસ કરી રહ્યુ છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ એ રિપોર્ટમાં આ વાતનો સ્વિકાર કરવામાં આવ્યો છે.