- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કોરોના કાળમાં દેશમાં રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે. એવામાં મુસાફરોની સુવિધા માટે રેલવે સ્પેશયલ ટ્રેનો ચલાવાઈ રહી છે. હવે આ ટ્રેનોની સેવા વધુ મોંઘી થઈ જવાની છે. સૂત્રો અનુસાર, આ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો પાસેથી હવે સ્પેશયલ ચાર્જ લેવામાં આવી રહ્યો છે અને હવે કિલોમીટર રિસ્ટ્રિક્શન ચાર્જની વસૂલી પણ થવા લાગી છે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરો ગમે તે સ્ટેશન પર ઉતરે પણ તેમણે 500 કિમી સુધીનું ભાડું આપવાનું રહેશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, જો કોઈ મુસાફર રાજેન્દ્ર નગર હાવડા સ્પેશિયલથી એસી થર્ડમાં રાજેન્દ્ર નગર ટર્મિનલથી ક્યૂલ, ઝાઝા અથવા જસિદિહના કોઈપણ સ્ટેશન પર તરફ જવા માંગતો હોય તો, તે જ સ્ટેશનથી ટિકિટ આપવામાં આવશે પરંતુ ભાડુ હાવડા સુધીનું ચૂકવવું પડશે. વિશેષ ટ્રેનો માટે ઓછામાં ઓછા 500 કિમીનું ભાડુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફરને પાટલીપુત્ર લખનૌ સ્પેશિયલ ટ્રેન દ્વારા ગોરખપુર કે છપરા જવાનું હોય, તો તેણે એસી થ્રીમાં 500 કિમી સુધીનું ભાડું ચૂકવવું પડશે. ટૂંકમાં અમદાવાદથી દ્વારકા જતા રસ્તામાં ગમે ત્યાં ઉતરો પણ ભાડું દ્વારકાનું જ વસૂલાશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે દ્વારા વિશેષ ભાડાનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. બીજા વર્ગ માટે 10 ટકા બેઝ ફેર અને મહત્તમ 30 ટકા સ્લીપર અને એસી ક્લાસ માટે વિશેષ ચાર્જ લેવામાં આવશે. આ અંગે પૂર્વ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, વિશેષ ટ્રેનોમાં વિશેષ ભાડુ લેવાની જોગવાઈ છે. કોરોના યુગમાં, રેલ્વે ટ્રેનો અને સ્ટેશનોની જાળવણી માટે ઘણો ખર્ચ કરે છે. આ માટે મૂળ ભાડામાંથી 10 થી 20 ટકા લેવાની જોગવાઈ છે.