- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ :
અમેરિકાની ઇલેક્ટ્રિક કાર બનાવનારી એલન મસ્કની પ્રસિદ્ધ કંપની ‘ટેસ્લા’ની હવે ભારતમાં એન્ટ્રી થઇ ગઇ છે. વિશ્વના બીજી નબંરના સૌથી ધનાઢ્ય અને દિગ્ગજ કારોબારી એલન મસ્ક હવે ભારતના ઓટોમાબાઇલ માર્કેટમાં આગળ વધી રહ્યા છે. કર્ણાટકના બેંગલોરના રસ્તે ટેસલાએ ભારતમાં એન્ટ્રી કરી છે. બેંગલોરની અંદર કંપને રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એટલે કે હવે બેંગલોરમાં ટેસ્લાની લક્ઝરી ઇલેક્ટ્રિક કારોનું નિર્માણ થશે. કંપનીની ઓફિસ બેંગલોર ક્લબ સામે રિચમંડ સર્કલ પર આવેલી છે.
મળતી માહિતિ પ્રમાણે કંપનીએ 1.5 કરોડની મૂડી સાથે બેંગલોરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યુ છે. તો કેન્દ્રિય મંત્ર નિતિન ગડકરીએ કહ્યું કે કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. તેમણ કહ્યું કે ટેલ્વા ભારતમાં જલ્દી પોતાનું યુનિટ શરુ કરશે. હું એલન મસ્કનું ભારતમાં સ્વાગત કરું છુ.
કંપનીએ ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Tesla India Motors and Energy Pvt Ltd with RoC Bangalore) નામથી રજીસ્ટ્રેશન કરવાયું છે. ટેસ્લા બેંગલોરમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે મળીને કમ શરુ કરશે.
કોર્પોરેટ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત 8 જાન્યુઆરીના રોજ બેંગલોરમાં ટેસ્લાનું રજીસ્ટ્રેશન થયું છે. વૈભવ તનેજા, વંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જ્હોન ફેંસ્ટીન કંપનીના ડાયરેક્ટર છે. કંપની પોતની ઇલેક્ટ્રિક કારનું મોડલ 3 ભારતના માર્કેટમાં લોન્ચ કરે તેવી સંભાવના છે. માર્ચ અથવા તો એપ્રિલમાં પ્રોડક્શન શરુ થવાની સંભાવના છે.