- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : રેલ્વેએ નવા રેટ મુજબ રાજધાની,દુરંતો અને શતાબ્દી ટ્રેન સેકન્ડ એસીની મુસાફરોના ભોજન અને ચા,પાણીના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.મુસાફરોને જે ચા 10 રૂપિયામાં મળતી હતી તે હવે 20 રૂપિયામાં મળશે.જ્યારે સ્લિપર ક્લાસમાં મુસાફરોને ચા ના 15 રૂપિયા આપવા પડશે.દુરંતોના સ્લીપર ક્લાસમાં નાસ્તો કે જમવાનું 80 રૂપિયામાં મળતું હતું જે હવે 120 રૂપિયામાં ભાવ વધારા સાથે મળશે.સાંજની ચા ની કિંમત 20 રૂપિયાથી વધીને 50 રૂપિયા કરવામાં આવી છે
ભોજન હવે 145ના બદલે 245 રૂપિયામાં મળશે
માત્ર ચા જ નહીં રાજધાની દિલ્હીમાં ફસ્ટ એસી કોચમાં જમવાનું 145 રૂપિયાની જગ્યા એ 245 રૂપિયામાં મળશે,આ નવો નિયમ રાજધાની ,શતાબ્દી અને દુરંતો લાગુ થશે પરંતુ અન્ય ટ્રેનો પર પણ ભાવ લાગુ થશે.મેલ કે એક્સપ્રેસમાં જમવાનું 50 રૂપિયા મળતું હતુ તે નવા રેટ બાદ 80 રૂપિયા મળશે.જે એગ બીર્યાની 90 રૂપિયાની મળતી હતી તે 110 રૂપિયાની મળશે.
મેન્યુમાં પણ ઘણી વેરાયટી મળશે
તમને જણાવી કે રેગ્યુલર ભોજન ઉપરાંત અનેક વેરાયટી મળશે,ઘણા વ્યંજન અને મીઠાઇ પણ પીરસાસે
4 મહિના બાદ લાગુ નવા નિયમ
રેટ વધારવા પાછળનું કારણ કેટરીંગની ક્વોલિટીમાં સુધારવામાં આવશે,નવા ભાવ 120 દિવસ એટલે કે 4 મહિના બાદ લાગુ થશે.ઉલ્લેખનીય છે કે 2014માં કિંમતો વધારવામાં આવી હતી.