- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : પોલેરિટી સ્માર્ટ બાઇક્સે (Polarity Smart Bikes) તેની વિશાળ શ્રેણીની ઇલેક્ટ્રિક સાયકલોને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ આ સાયકલને બે અલગ અલગ કેટેગરીમાં રજૂ કરી છે, જેમાં પહેલી સ્પોર્ટ કેટેગરીમાં S1K, એસ S2K અને S3K શામેલ છે. જ્યારે બીજી કેટેગરીમાં એક્ઝિક્યુટિવ રેન્જમાં E1K, E2K અને E3K શામેલ છે. આ સાયકલની પ્રારંભિક કિંમત 38,000 રૂપિયા છે અને તેના ટોપ વેરિયન્ટની કિંમત 1.1 લાખ રૂપિયા છે.
કંપનીએ આ સાયકલની બુકિંગ પણ શરૂ કરી દીધી છે, જેને તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકો છો. આ માટે તમારે ફક્ત 1,001 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવવી પડશે. મળતી માહિતી મુજબ, કંપની આ ઇલેક્ટ્રિક સાયકલોની ડિલિવરી વર્ષ 2020 શરૂઆતથી કરશે.
આ ઇલેક્ટ્રિક સાયકલમાં કંપનીએ 1-3kW ક્ષમતાવાળા લિથિયમ આયન બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે, આ સાયકલ એક જ ચાર્જ પર 80 કિલોમીટર સુધી ચલાવી શકાશે. કંપની આ બેટરી માટે 3 વર્ષની વોરંટિ પણ આપી રહી છે. તમે તેને ઘરે સામાન્ય રીતે ઉપયોગમાં આવતા સોકેટથી ચાર્જ કરી શકો છો. આ સિવાય વિકલ્પ તરીકે કંપની ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પણ આપી રહી છે.
તમને જણાવી દઇએ કે, આ તમામ 6 સાયકલો સરકારની ફેમ -2 યોજના માટે યોગ્ય છે. આ સાયકલ બેટરી સિવાય પેડલ્સથી ચલાવી શકાય છે અને તેમાં એક જ સીટ છે. હાલ કંપની ટૂ-સીટર સાયકલ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે જે નજીકના ભવિષ્યમાં રજૂ કરવામાં આવશે.
નવા ટ્રેન્ડ મુજબ કંપનીએ આ સાયકલમાં શ્રેષ્ઠ સુવિધાઓનો સમાવેશ કર્યો છે. તેમાં બ્લૂટૂથ-સક્ષમ ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. આ સિવાય કંપનીએ પોતાની એક એપ પણ બનાવી છે જેને તમે આ સાયકલથી કનેક્ટ કરી શકો છો, જે ગ્રાહકોને બેટરી લાઇફ, ચાર્જિંગ, લોકેશન સર્વિસની વિગતો જેવી માહિતી પુરી પાડશે.
કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. આ સિવાય કંપનીએ તમામ વેરિયેન્ટમાં USB ચાર્જિંગ પોર્ટ અને LED લાઇટિંગનો પણ ઉપયોગ કર્યો છે. સૌથી અગત્યની બાબત એ છે કે, આ ઇલેક્ટ્રિક સાયકલ ચલાવવા માટે તમારે લાઇસન્સની પણ જરૂર પડશે નહીં.
Polarity સ્માર્ટ બાઇક્સએ પ્રારંભિક તબક્કે ટાયર-1 અને ટાયર-2 શહેરો જેવા કે મુંબઇ, પુણે, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નાઇને લક્ષ્યમાં રાખ્યું છે. નજીકના ભવિષ્યમાં કંપની ડોર-સ્ટેપ ડિલિવરી પણ શરૂ કરશે.
Polarity ઇલેક્ટ્રિક સાયકલની સ્પોર્ટ રેન્જની કિંમત
- S1K વેરિએન્ટની કિંમત 40,000 રૂપિયા
- S2K વેરિઅન્ટની કિંમત 70,000 રૂપિયા
- S3K વેરિઅન્ટની કિંમત 1.1 લાખ
Polarity ઇલેક્ટ્રિક સાયકલની એક્ઝિક્યુટિવ રેન્જની કિંમત
- E1K વેરિએન્ટની કિંમત 38,000 રૂપિયા
- E2K વેરિઅન્ટની કિંમત 65,000 રૂપિયા
- E3K વેરિઅન્ટની કિંમત 1.05 લાખ રૂપિયા