- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : કાર સહિત પેસેન્જર વ્હિકલની નિકાસ એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન વાર્ષિક તુલનાએ 26 ટકા વધીને 160263 યુનિટ નોંધાઇ છે, જ્યારે પાછલા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીઓએ 127083 વાહનોની નિકાસ કરી હતી.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના આંકડા મુજબ પેસેન્જર કારની નિકાસ વાર્ષિક ધોરણે 88 ટકાની વૃદ્ધિ સાથે 1,04,400 યુનિટ રહી છે તો યુટિલિટી વ્હિકલની નિકાસ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન 18 ટકા વધીને 55,547 યુનિટ નોંધાઇ છે. તો વાનની નિકાસ
ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાના 588 યુનિટની સરખામણીમાં ચાલુ વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન નિકાસ ઘટીને 316 યુનિટ રહી છે.
પેસેન્જર વાહનોની નિકાસ મામલે મારુતિ સુઝુકી ઈન્ડિયા ટોચની નિકાસકાર રહી છે, ત્યારબાદ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને કિયા ઈન્ડિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહી છે.
મારુતિ સુઝુકીએ જૂન ક્વાર્ટરમાં 68,987 પેસેન્જર વ્હિકલની નિકાસ કરી છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરના 45,056 યુનિટની સામે 53 ટકા વધુ છે. તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા વાહનોની નિકાસ 15 ટકા વધીને 34,520 યુનિટન રહી છે.