- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

લખનઉ: ડાયરેક્ટર ઓફ રેવેન્યૂ ઈન્ટેલીજન્સી (DRI) અને કસ્ટમ વિભાગે દેશની સૌથી મોટી ઓટો કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાને કારણ દર્શક નોટિસ જારી કરી છે. કંપનીન પર સિયાઝ, અર્ટિગા અને એસ-ક્રોસમાં વપરાશમાં લેવાતા હાઈબ્રિડ ટેક્નોલોજી પર લગભગ 71 કરોડ રૂપિયાની ડ્યૂટી નહિં ચૂકવવાનો આરોપ છે. કસ્ટમ વિભાગના સૂત્રો પ્રમાણે, ડીઆરઆઈ લખનઉની તપાસ બાદ બુધવારે મારૂતિને 105 પાનાની શો કોઝ નોટિસ જારી કરી હતી. આ મામલે વધુ એખ નોટિસ આપવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આમાં કંપની પર લગભગ 70 કરોડ રૂપિયાની કથિત ડ્યૂટી ચોરીનો આરોપ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને સવાલોના જવાબ આપતા મારૂતિના કોર્પોરેટ અફેર્સ અને કોમ્યુનિકેશન્સના વડા સંજીવ હાડાએ જણાવ્યું કે, આ મામલે વિવાદો છે. અત્યારે કંપની આ અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતી. મારૂતિ આ મામલે તમામ પ્રકારના કાનુની વિકલ્પો પર વિચાર કરશે. આ મામલો 2019માં સામે આવ્યો હતો જ્યારે ડીઆરઆઈ લખનઉએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ડીઆરઆઈને એલર્ટ કરવામાં આવી હતી કે મારૂતિ સુઝુકી પોતાના સ્માર્ટ હાઈબ્રિડ વીકલ ફ્રોમ સુઝુકી (SHVS) ટેક્નોલોજી એન્જિન માટે મોટર જનરેટર યૂનિટ (MGU) એટલે કે ઓલ્ટરનેટરનો ઉપયોગ કરી રહી છે. એજન્સીસનો આરોપ છે કે આ સંપૂર્ણપણે હાઈબ્રિડ ટેક્નોલોજી નથી.
2017માં સરકારે હાઈબ્રિડ ટેક્નોલોજી કારોમાં ઉપયોગી થનાર ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યૂટીમાં છુટની જાહેરાત કરી હતી. મારૂતિ પર આરોપ છે કે કંપનીએ સિંપલ કાર ઓલ્ટરનેટર એટલે કે એમજીયૂની આયાત કરી અને સોફ્ટવેરના ઉપયોગથી આમાં ફેરફાર કર્યો. કંપનીએ કસ્ટમ ક્લીયન્સ માટે આને હાઈબ્રિડ મોટલ વ્હીકલ સામાન ગણાવ્યો. પછીથી કંપનીએ પોતાના ગ્રાહકોને છેતરવા માટે આ ટેક્નોલોજીને એસએચવીએસ નામ આપ્યું. ડીઆરઆઈના સૂત્રો અનુસાર, એસએચવીએસના ત્રણ ફંક્શન હોય છે. આમાં ઓટો સ્ટાર્ટ સ્ટોપ, રિજનરેટિવ બ્રેકિંગ અને ડાર્ક આસિસ્ટ સામેલ છે. પરંતુ એક કમ્પલીટ હાઈબ્રિડ કાર ઈલેક્ટ્રીક મોટર અને ગેસોલીનના કોમ્બિનેશનનો ઉપયોગ કરે છે જેનાથી ઈંધણ બચાવવામાં મદદ મળે છે.