- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
auto-news-india
|
August 02, 2022, 8:36 PM
| updated
August 02, 2022, 8:51 PM

www.vyaapaarsamachar.com
મુંબઇ : કોરોના મહામારી બાદ સેમીકન્ડક્ટરની સર્જાયેલી કટોકટી હજી પણ કાર કંપનીઓને પરેશાન કરી રહી છે. સેમીકન્ડક્ટરની અછતના કારણે જ મારૂતિ સુઝૂકી કંપનીએ જૂન ક્વાર્ટરમાં 51,000 યુનિટ વાહનોનું ઓછું પ્રોડક્શન કર્યુ છે.
મારૂતિ સુઝુકીએ ભારતની સૌથી મોટી પેસેન્જર કાર કંપની છે જેણે જૂન ક્વાર્ટર દરમિયાન કુલ 4,67,931 યુનિટ વાહન વેચ્યા છે. કંપનીએ જણાવ્યુ કે, સેમીકન્ડક્ટરની અછત તેની ઉત્પાદન કામગીરી આડે સૌથી મોટો અવરોધ છે. કંપનીની સપ્લાય ચેઇન, એન્જિનિયરિંગ, પ્રોડક્શન અને સેલ્સ ટીમો ઉપલબ્ધ સેમિકન્ડક્ટરમાંથી પ્રોડક્શન વોલ્યુમ વધારવા માટે કામગીરી કરી રહી છે.
ઓછા પ્રોડક્શનની સામે માંગ મજબૂત રહેતા મારૂતિ સુઝૂકી પાસે કારનું પેન્ડિંગ બુકિંગ 3.5 લાખ યુનિટે પહોંચી ગયુ છે.
Web Title: Maruti Suzuki 51,000 units vehicles production loss in June quarter due to semiconductor shortage
Latest