- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી, તા. 18
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના આંકડા મુજબ જુલાઈ મહિનામાં 97 લાખથી વધુ સ્થાનિક મુસાફરોએ વિમાન મુસાફરી કર્યો છે, જે જૂનની તુલનાએ 7.6 ટકા ઓછી સંખ્યા છે.
જૂનમાં 1.05 કરોડ સ્થાનિક મુસાફરોએ વિમાન પ્રવાસ કર્યો હતો. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન કુલ 6.69 કરોડ લોકોએ વિમાન મુસાફરી છે, જે કેલેન્ડર વર્ષ 2021ના સમાન સમયગાળાના 3.93 કરોડ વિમાન પ્રવાસીઓની તુલનાએ 70.18 ટકાનો પ્રોત્સાહક વધારો દર્શાવે છે. જુલાઇમાં એરલાઇન્સનો એક્યુપેન્સી રેસિયો 75 ટકાથી 85 ટકાની વચ્ચે રહ્યો છે.
સામાન્ય રીતે ચોમાસાનો સમયગાળોએ એ એરલાઇન્સ સેક્ટર માટે સુસ્ત સીઝન ગણાય છે. જો કે તહેવારોન સીઝનમાં લાંબી રજાઓના પગલે ઓગસ્ટમાં વિમાન પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના છે.
ડીજીસીએના માસિક આંકડાઓ અનુસાર ચાલુ વર્ષે જુલાઈમાં એરએશિયા ઈન્ડિયાએ ચાર મેટ્રો એરપોર્ટ - બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ પર 95.5 ટકાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ભારત અને અન્ય દેશોમાં લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને કારણે ઉડ્ડયન ક્ષેત્ર ગંભીર રીતે પ્રભાવિત થયું હતુ. જો કે કોરોના સંક્રમણ ઘટતા મોટાભાગના દેશોએ વિમાન ઉડ્ડયનની કામગીરી અને લોકોની અવર-જવર પર મૂકેલા પ્રતિબંધો હટાવતા એવિએશન ઇન્ડસ્ટ્રીઝ ફરી ઉંચી ઉડાન ભરી રહી છે.
તાજેતરમાં જ ડીજીસીએ વિમાન ભાડાંની લઘુત્તમ અને મહત્તમ મર્યાદા હટાવવાની ઘોષણા કરતા એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝને મોટી રાહત મળી છે.