- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: વિમાન નિયામક DGCAએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર પ્લેન સેવા પર પ્રતિબંધને લંબાવ્યો છે. હવે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ 31 માર્ચ 2021 સુધી બંધ રહેશે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધની અવધિને વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારીને કારણે શિડ્યુઅલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ગયા વર્ષે 23 માર્ચથી બંધ છે.
નાગરિક વિમાન મહાનિદેશાલય (ડીજીસીએ)એ એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, કમ્પેનન્ટ ઓથોરિટીએ 26 જૂન, 2020ના સર્ક્યુલરની અવધિ વધારી દીધી છે. આ હેઠળ ભારતથી અને ભારત માટે શિડ્યુઅલ આંતરરાષ્ટ્રીય સર્વિસ 31 માર્ચ 2021 ના રોજ 23.59 મિનિટ સુધી પ્રતિબંધિત રહેશે. જો કે, અમુક રૂટ પર આંતરરાષ્ટ્રીય શિડ્યુઅલ ફ્લાઈટ્સને કમ્પેનન્ટ ઓથોરિટી દ્વારા કેસ-ટૂ-કેસ આધારે પરવાનગી આપી શકે છે. સર્ક્યુલર અનુસાર પ્રતિબંધ ગુડ્સ ફ્લાઈટ અને ડીજીસીએની મંજૂરીવાળી ફ્લાઈટ પર લાગુ નહિં થાય.