- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : હાલમાં જ સમાપ્ત થયેલી તહેવારોની મોસમ દરમિયાન દેશમાં કારની માગમાં ૧૦થી ૧૫ ટકા વધારો જોવા મળ્યો હતો. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાંથી નવી કાર માટેની માગ ઊંચી રહી હોવાનું ધ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષે ૧૬ ઓકટોબના ઓનમથી તહેવારોની મોસમ શરૂ થઈ હતી જે ૧૬ નવેમ્બરના દિવાળી સમાપ્ત થવા સાથે પૂરી થઈ હતી.
દિવાળી બાદ પણ પૂછપરછ અને બુકિંગનું સ્તર ઊંચુ છે અને આ ટ્રેન્ડ ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની ધારણાં હોવાનું સુત્રોએ ઉમર્યું હતું. સારા ચોમાસાને પરિણામે પાકપાણી ઊંચા રહેતા ગ્રામ્ય આવકમાં વધારો થયો છે જેને કારણે આ વિસ્તારમાં વાહનો માટેની માગમાં વધારો જોવા મળી રહ્યો છે.
જોકે ચોક્કસ ઓકડાઓ પ્રાપ્ત થતાં હજુ થોડોક સમય લાગશે પરંતુ પ્રારંભિક આંકડા ગ્રામ્ય વિસ્તારમાં માગ ઊંચી રહ્યાના સંકેત આપે છે. સરકારે ટેકાના ભાવમાં વધારો કરતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે.