- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
astrology-news-india
|
April 06, 2021, 9:18 AM
| updated
April 06, 2021, 9:24 AM

vyaapaarsamachar.com
અમદાવાદ: રવિવારના દિવસે સૂર્યનારાયણ દેવની પૂજા થાય છે. આજે ઈસ્ટરનો તહેવાર છે. આજના દિવસે તમામ રાશિના જાતકો દેવકાર્ય-પૂજા કરીને સારા દિવસની કામના કરે છે.
રાશિફળ વાંચી તમારો આજ નો દિવસ સુનિયોજિત કરો. નીચે આપેલ રાશિ માંથી તમારી રાશિ જોવા માટે રાશિ પસંદ કરો. ખાસ કરીને આજ નું રાશિફળ તમને જણાવશે કે આજ ના દિવસ માં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ, શું આજ તમને પ્રગતિ ના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઉભો કરી શકે છે. આવો જોઈએ છે કે શું કહે છે તમારા તારાઓ.
મેષ:
અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જીવન ના ખરાબ તબક્કા માં પૈસા તમારા કામ આવશે તેથી આજ થીજ પોતાના પૈસા બચત કરવા ના વિષે વિચારો નહિ તો તમને તકલીફો આવી શકે છે. એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે.
વૃષભ:
કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. કોઈ ની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે। તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે, તમે આજે મફત સમય નો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.
મિથુન:
તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.
કર્ક:
તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. મહત્વપૂર્ણ કાર્યો ને સમય ન આપવો અને વ્યર્થ કાર્યો માં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.
સિંહ:
તમે નવરાશની લહેજત માણવાના છો. આજે કોઈ વિપરીત લિંગી ની મદદ થી તમને નોકરી અથવા વેપાર માં આર્થિક લાભ થવા ની શક્યતા છે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસ થી નીકળી શકો છો, પરંતુ માર્ગ માં વધારે જામ થવા ને કારણે તમે તેમ કરી શકશો નહીં. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.
કન્યા:
તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો, ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો.
તુલા:
ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. જમીન અથવા કોઈ મિલકત માં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓ માં નિવેશ કરવા થી બચો. બાળકો રમતગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડફશે. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.
વૃશ્ચિક:
તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. ધન નું આવાગમન આજ ના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો। અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.
ધન:
તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે- તમે ખરેખર જે છો તેના પર ભાર મુકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.
મકર:
બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે છે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે. આજે તમારો કોઈ સબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગત માં વેડફાઈ શકે છે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.
કુંભ:
તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.
મીન:
તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે. એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.
Web Title: Daily Horoscope of 6 April 2021 Tuesday
Latest