- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસ સાથે સાથે કંપનીઓને પણ અસર કરી છે. આ કારણે પેટ્રોલ-ડીઢલના ભાવમાં સતત થઈ રહેલા વધારા બાદ હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ પે-સ્ટ્રક્ચરને સુધારવાની જાહેરાત કરી છે. ફ્યૂઅલના ઉંચા ભાવને કારણે કંપની ડિલિવરી પાર્ટનર્સને વધુ પેમેન્ટ કરશે. કંપનીએ આ નિર્ણય ડિલિવરી પાર્ટનર્સ દ્વારા પગારમાં વૃદ્ધિ માટે દેશભરમાં હડતાળ કર્યા બાદ આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ઈંધણના ભાવ પોતાની આવકને પ્રભાવિત કરી રહી છે.
ઝોમેટોએ જણાવ્યું કે, સુધારેલા સેલેરી સ્ટ્રક્ચરમાં અંતરના પગારનું એક એડિશનલ કંપોનેન્ટ સામેલ થશે જે ઈંધણના ભાવમાં ફેરફારને અનુકુળ આંકવામાં આવશે. આ સંરચના વર્તમાન રેમ્યુનેરેશન ઉપર લાગુ થશે. આનાથી ઈંધણના ભાવમાં પરિવર્તનના આધારે સમાયોજિત કરવામાં આવશે જેથી ડિલિવરી પાર્ટનર્સને ફૂડ ડિલિવરી કરવા માટે થનાર ખર્ચની ક્ષતિપૂર્તિ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, ઝોમેટોએ કહ્યું કે, કંપનીએ આ જોયું કે લાંબા અંતરે પેટ્રોલના વધતા ભાવની વધુ અસર પડે છે. એમાં વધારાના પેમેન્ટથી લાંબા અંતરની ડિલિવરી કરતા ડિલિવરી પાર્ટનર્સને જલ્દી ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે. વર્તમાનમાં ઝોમેટો પાસે 1.5 લાખથી વધુ ડિલિવરી પાર્ટનર્સ છે. કંપની આ સંખ્યાને વધુ મજબૂત કરવાની યોજના બનાવી રહી છે.