- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ટેક્નોલોજી ટેલેન્ટની અછતને કારણે કંપનીઓ કર્મચારીઓને પોતાની સાથે જોડાયેલ રાખવા માટે કેટલીય રીતો અપનાવતી રહે છે. આ રીતોમાં મોટાભાગના રજાઓ આપવા અથવા સ્ત્રી કે પુરૂષમાં ભેદ વિના સમાન પેરન્ટલ લિવ આપવાનું પણ શામેલ છે. આ દિશામાં એક નવી પહેલ કરવામાં આવી છે જે બેંગાલુરૂના એક સ્ટાર્ટઅપે કરી છે. આ સ્ટાર્ટઅપ સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ કામ કરવાનું નવું સોલ્યુશન લઈને આવ્યું છે.
આ ઓફર કરનાર સ્ટાર્ટઅપનું નામ સ્લાઈસ છે. તે ફિનટેક કંપની છે. સ્લાઇસ નવા કર્મચારીઓને સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કામ કરવાની ઓફર કરી રહી છે પરંતુ શરત સાથે કે તેમનો પગાર ચાલુ બજાર દરના 80 ટકા હશે. ઉલ્લેખનીય છે કે, ઓછામાં ઓછા એક સદીથી ટુંકા કામકાજી સપ્તાહો તરફ જઈ રહ્યા છીએ. 1926 માં, હેનરી ફોર્ડે સામાન્ય છ દિવસની જગ્યાએ પાંચ દિવસનું વર્કિંગ વીક અપનાવ્યું, પ્રયોગો દર્શાવે છે કે ઉત્પાદકતા પર કોઈ અસર ન થઈ. કેટલીક કંપનીઓ અને દેશોએ વ્યાપક રૂપે અપનાવ્યા વગર ચાર દિવસના વર્ક ડેસનો વર્ષો સુધી પ્રયોગ કર્યો છે.
કંપનીના સ્થાપક રાજન બજાજે જણાવ્યું હતું કે, આ એક વિન-વિન અપ્રોચ છે, જે કર્મચારીઓને વધારાનો જુસ્સો અથવા હિતોને અનુસરવા માટે સમય આપે છે. આ કામનું ભવિષ્ય છે. લોકો નોકરી સાથે જોડાયેલા રહેવા માંગતા નથી. બજાજે વધુમાં ઉમેર્યું હતું કે, કામદારો અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરીને પગાર અને સંપૂર્ણ લાભ મેળવી શકે છે અને તેમનો બાકીનો સમય સ્ટાર્ટઅપ ડ્રીમ ફોલો કરવામાં, સહ-સ્થાપકની શોધમાં અથવા નોન વર્ક પેશન ફોલો કરવમાં વિતાવી શકે છે.
વૈશ્વિક રોકાણકારો ભારતના ટેક સ્ટાર્ટઅપ્સમાં અબજો ડોલર ઠાલવી રહ્યા છે અને ઉદ્યોગસાહસિકો પર ટીમો બનાવવા માટે દબાણ લાવી રહ્યા છે. IT આઉટસોર્સ, સિલિકોન વેલી જાયન્ટ્સ, ગ્લોબલ રિટેલર્સ અને વોલ સ્ટ્રીટ બેન્કોના ટેકનોલોજી હબમાં સેંકડો સ્ટાર્ટઅપ્સ તેજીમાં છે. આનાથી ટેલેન્ટની ભારે અછત સર્જાઈ છે.
સ્લાઈસમાં 450 કર્મચારીઓ છે અને આગામી ત્રણ વર્ષોમાં કંપની 1000 એન્જીનિયરો અને પ્રોડક્શન મેનેજરોની ભરતી કરવા માંગે છે. 2016માં સ્થાપિત સ્લાઈસ ભારતના યુવાનોને ક્રેડિટ કાર્ડ આપવામાં માહેર છે. 2019માં કંપનીએ એક મિનિટથી ઓછા સમયના સાઈન અપ, કેશબેક અને કેટલાક પેમેન્ટ ઓપ્શન સાથે તેના ફિજીકલ કાર્ડને લોન્ચ કર્યું હતું. સ્લાઈસે છેલ્લા કેટલાક મહિનાઓમાં 11,00,000 કાર્ડ જારી કર્યા, જેનાથી આ દેશના ટોપ કાર્ડ પ્રોવાઈડર્સમાંથી એક બની ગઈ છે.