- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદ: લગભગ 30 વર્ષ પહેલા સુનીલ વાછાણીએ 35 હજાર ડોલર એટલે કે 25 લાખ રૂપિયા ઉધાર લઈને 14 ઈંચની ટીવી બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ બિઝનેસ નવી દિલ્હીના બહારના વિસ્તારમાં એક ભાડાની જગ્યા પર શરૂ કરવામાં આવ્યો હતો. આજે વાછાણીની કંપની ડિક્શન ટેક્નોલોજીસ એટલી મોટી બની ગઈ છે કે તેની માર્કેટ વેલ્યૂ 2.5 અબજ ડોલર એટલે કે લગભગ 18,000 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ છે. કંપનીની ક્ષમતા દર વર્ષે 5 કરોડ સ્માર્ટફોન બનાવવાની થઈ ગઈ છે. પીએમ મોદીની પ્રાથમિકતા આત્મનિર્ભર ભારતની છે, જેના પર તે મોટાભાગે જોર આપે છે અને સુનીલ વાછાણીની આ કહાની આ વર્ષની સૌથી મોટી આત્મનિર્ભર થવાની કહાનીથી કમ નથી.
52 વર્ષીય વાછાણીએ શરૂઆતના દિવસોમાં તેની કંપની ડિક્સન ટેક્નોલોજીસ માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો, પરંતુ હવે તેની કંપની આગળ વધી ગઈ છે. 2017માં, તેઓ પોતાની કંપનીનો આઈપીઓ લાવ્યા. ત્યારબાદ તેની કંપનીના શેરમાં 824 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. વધતી જતી સ્થાનિક માંગ સાથે તેનું વેચાણ અને નફો બંને ઝડપથી વધી ગયા છે. વાછાણીએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ માત્ર શરૂઆત છે. તે લોકોના મન-મગજમાં પરિવર્તન લાવવા માંગે છે કે ભારતમાં પણ વૈશ્વિક ઉત્પાદન થઈ શકે છે.
મોદી સરકારની તમામ નીતિઓને કારણે ભારતમાં સ્માર્ટફોનના ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે અને હવે ભારત દર વર્ષે લગભગ 33 કરોડ સ્માર્ટફોન બનાવે છે. જો કે, ચીનની તુલનામાં આપણે હજી પાછળ છીએ જે દર વર્ષે લગભગ 1.5 અબજ સ્માર્ટફોન બનાવે છે. જો કે, ડિક્શન કંપની એક ઉત્તમ ઉદાહરણ છે, જે બતાવે છે કે ભારત કેવી રીતે બદલાઈ રહ્યું છે. ગયા વર્ષે કંપની પાસે એક મહિનામાં 2 મિલિયન સ્માર્ટફોન બનાવવાની ક્ષમતા હતી, પરંતુ મોદી સરકારના પ્રોત્સાહક પ્રોગ્રામને કારણે તેની ક્ષમતા દર મહિને બમણી થઈને 4 મિલિયન સ્માર્ટફોન સુધી પહોંચી ગઈ છે. આવનાર સમયમાં આ ક્ષમતામાં વધારો થશે.
આજે વાછાણી અને તેના ભાઈ-બહેનોની ગણતરી ભારતના અબજોપતિ પરિવારોમાં થાય છે. વાછાણી પાસે કંપનીના લગભગ ત્રીજા ભાગનો હિસ્સો છે, જેની કિંમત લગભગ 90 મિલિયન ડોલર અથવા લગભગ 6500 કરોડ રૂપિયા છે. તેમની પાસે નવી દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં આશરે 150 કરોડ રૂપિયાનું ઘર છે. વાછાની એક ઉદ્યોગસાહસિક કુટુંબમાંથી આવે છે. તેના પિતા અને ભાઈ-બહેનોએ વેસ્ટન બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. તેમણે દેશનું પ્રથમ રંગીન ટીવી અને વિડિઓ રેકોર્ડર બનાવ્યા અને વિડિયો ગેમ પાર્લર પણ ચલાવ્યું હતું. વાછાણી એક સિંધી છે, જે ભારતની એક નાની કોમ્યુનિટી છે, પરંતુ બિઝનેસ મામલે આ લોકોનો દબદબો છે.
વાછાણીએ લંડનથી બિઝનેસનો અભ્યાસ કર્યો હતો અને 1993માં તેમણે તેના પરિવારના વ્યવસાય સાથે ભાગીદારી કરવાને બદલે એક અલગ રસ્તો પસંદ કર્યો અને પોતાની કંપની શરૂ કરી. શરૂઆતમાં, કોઈ પણ બેંકે તેમને લોન આપી નહીં, કારણ કે બેંકોને ગેરન્ટીની જરૂર હતી. છેવટે તેણે એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ પર બેંકમાંથી પૈસા એકઠા કર્યા. તે કેટલો ધંધો કરવા માંગતો હતો તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેણે શરૂઆતમાં 14 ઇંચનું કલર ટીવી માત્ર 1.5 ડોલર અથવા લગભગ 109 રૂપિયાના નફા પર બનાવ્યું હતું. પછી તેમણે સેગા ગેમ કંસોલ, ફિલિપ્સ વીડિયો રેકોર્ડર અને ભારતી એરટેલ માટે પુશ બટન મોબાઈલ ફોન બનાવ્યા હતા.
2000માં વાછાણીની કંપની ડિક્શનનું ભાવિ ચમકી ગયું, જ્યારે પ્રાદેશિક રાજકીય પક્ષે કંપનીને રંગીન ટીવી બનાવવાનો મોટો ઓર્ડર આપ્યો. આ ટીવીનું મફતમાં વિતરણ થવાનું હતું. તે પછી કંપનીનો વિકાસ સતત ચાલુ રહ્યો. જ્યારે કંપની તેનો આઈપીઓ લાવી રહી હતી ત્યારે ઘણા નિષ્ણાતોએ કહ્યું હતું કે ભારત ક્યારેય ચીન સાથે સ્પર્ધા કરી શકતું નથી, પરંતુ વાછાણીએ આઈપીઓથી આશરે 600 કરોડ રૂપિયા ઉભા કર્યા અને દરેકને મોટો સંદેશ મળી ગયો.
વાછાણી ડિક્શન કંપની શાઓમી કોર્પોરેશન માટે પણ ટેલિવિઝન બનાવે છે. આ ઉપરાંત, તે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇંક માટે વોશિંગ મશીન અને ફિલિપ્સ માટે લાઇટિંગ ઉત્પાદનો પણ બનાવે છે. 2026માં, કંપનીએ પેનાસોનિક અને સેમસંગ જેવી કંપનીઓ માટે પણ મોબાઇલ ફોન બનાવવાનું શરૂ કર્યું. આજે, ડિક્શનમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગથી ઘણી આવક થાય છે. ફક્ત મોબાઈલ ફોન જ ડિક્શનને ગત નાણાકીય વર્ષમાં કુલ રેવેન્યૂના 12 ટકા મળ્યા હતા અને આગલા નાણાકીય વર્ષમાં તેને 44 ટકા સુધી કમાણી ફક્ત મોબાઈલથી થવાની સંભાવના છે.