- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: દેશની ટોચની ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમનું સંચાલન કરતી કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે વૈશ્વિક રોકાણકારો પાસેથી અઘોષિત મૂડી એકત્ર કરતા સોમવારે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં તે દૂરના વિસ્તારોમાં નાણાકીય સમાવેશન પર 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
કંપનીએ જારી કરેલ નિવેદનમાં કહ્યું છે કે, આ રાઉન્ડમાં વર્તમાન રોકાણકારો સાથે અમુક નવા રોકાણકારોએ પણ રોકાણ કર્યું છે. વર્તમાન શેરધારકો એએનટી ફાઈનાન્શિયલ, સોફ્ટબેન્ક વિજન ફંડ સાથે જ નવા રોકાણકારો ટી રોવે પ્રાઈસ એસોસિએટ્સ વગેરે સામેલ છે. આમાં વર્તમાન શેરધારક ડિસ્કવરી કેપિટલે પણ ભાગ લીધો છે.
કંપનીએ જો કે આ રાઉન્ડમાં એકત્ર કરેલ મૂડીની જાણકારી નથી આપી. પરંતુ, તેના સૂત્રોએ આમાં એક અબજ ડોલર લગભગ સાત હજાર રૂપિયાની મૂડી એકત્ર કરી છે. રોકાણકારોએ પેટીએમનું મૂલ્યાંકન પણ કરાવ્યું છે પરંતુ આ બાબતે કોઈ જાણકારી નથી મળી. પેટીએમના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિજય શેખર શર્માએ દેશની લગભગ 50 કરોડ વસ્તીને ઔપચારિક નાણાકીય તંત્ર સાથે જોડીને અર્થવ્યવસ્થાની મુખ્યધારાઓમાં લાવવા માટે તેની કંપની પ્રતિબદ્ધ છે.
વર્તમાન અને નવા રોકાણકારો દ્રારા એકત્ર કરવામાં આવેલ મૂડીથી ભારતીયોએ નવી નાણાકીય સેવાઓ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત થાય છે. પેટીએમે કહ્યું કે, પહેલા તબક્કામાં ક્યૂ આર કોડ ટેક્નીકથી સ્થાનીક દુકાનો અને રિટેલરોના આ પેમેન્ટ સ્વીકાર કરવાની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે.