- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : જો તમે કયાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સ્વભાવિક રીતે સૌથી પહેલા યોગ્ય જગ્યાની શોધ કરશો પછી ત્યાં રહેવા માટે હોટલની તપાસ કરશો. હોટલ પણ સારી અને સસ્તી મળે એવી કોશિશ કરશો. એવી સ્થિતિમાં તમને ‘ઓયો રૂમ્સ’ વિશે જરૂરથી ખ્યાલ આવશે. જેની મદદથી તમે સસ્તી અને શાનદાર હોટલમાં રૂમ્સ બુક કરી શકો. પરંતુ શું તમે જાણો છો આ કંપનીના ફાઉન્ડર વિશે…
ઓયો રૂમ્સ’ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલે માત્ર 19 વર્ષની ઉંમરમાં જ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારે આજના સમયમાં તેઓ બિલિનેયરની લિસ્ટમાં સામેલ છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 મુજબ તેઓ વિશ્વના બીજા સૌથી યુવા સેલ્ફ મેડ બિલિનેયર છે. હાલ તેમણી ઉંમર માત્ર 26 વર્ષ છે. નંબર વન પર કાયલી જેનર છે. જેમની ઉંમર 22 વર્ષ છે. માહિતી મુજબ રિતેશ ઓરિસ્સાના એક નાનકડા ગામના રહેવાસી છે. જે નક્સલ પ્રભાવિત છે. તેઓ કોલેજ ડ્રોપઆઉટ છે.
માહિતી મુજબ 2013માં તેમણે 1 લાખ ડોલરનું પીટર થાઇલ ફેલોશિપ મળ્યું હતું. તેઓ 2011માં દિલ્હી આવ્યા અને સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમણે એન્જિનિયરિંગ કોલેજ માટે ઇન્ટ્રેન્સ એક્ઝામ પણ છોડી દીધી. 2013માં જ્યારે તેમણે 1 લાખ ડોલર ફેલોશિપની રકમ મળી હતી. એ જ રૂપિયાથી તેમણે ‘ઓયો રૂમ્સ’ની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર 2018 સુધી ‘ઓયો રૂમ્સ’ એ 1 અબજ ડોલરનું રોકાણ એકત્ર કર્યું. જ્યારે જુલાઈ 2019માં સમાચાર આવ્યા કે તેમણે આ કંપનીમાં પોતાની હિસ્સેદારી 3 ગણી વધારી દીધી છે અને તે માટે તેમણે 2 અબજ ડોલરના શેર ખરીદ્યા હતા.