- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : ભારતીય ગેમિંગ કંપની નાઝરા ટેકનોલોજીએ મુંબઈ સ્થિત પેપર બોટ એપનો 51 ટકા હિસ્સો રૂ. 83.5 કરોડમાં હસ્તગત કર્યો છે. પેપર બોટ એપ્સના પ્રકાશક કિડોપિયા છે જે એક એજ્યુડેટમેન્ટ એપ છે જેના 35 લાખથી વધારે ડાઉન લોડર્સ અને 100,000થી વધારે પ્લેયર્સ છે.
કિડોપિયા બાળકો માટે ડિજિટલ કન્ટેન્ટ આપવાનું કાર્ય કરે છે. કિડોપિયા શિક્ષણની સાથે મનોરંજન આપવાનું કાર્ય કરે છે જેનાથી બાળકોને મનોરંજનની સાથે શિક્ષણ પણ આપવા આવે છે જેના લીધે આ એપથી બાળકોના માતા પિતા પણ ખુશ છે.
નાઝરાના એમડી અને સ્થાપક નિતીશ મિટ્ટરસેને કહ્યુ કે, નાઝરાના નેટવર્ક દ્વારા 10 કરોડ યુઝરને લાભ આપવામાં આવશે. ચાલુ વર્ષે આ સંપાદન માટે ફક્ત એક સીરીઝમાં રોકાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં નાઝરાએ રૂ. 7.5 કરોડમાં મલ્ટિપ્લેયર ક્વિઝ કુમાનીનો બહુમત્તી હિસ્સો હસ્તગત કર્યો હતો. અગાઉ ઓગસ્ટમાં નાઝરાએ સ્પોર્ટસકિડાનો 67 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. મે મહિનામાં નાઝરાએ સ્થાનિક ભાષાનો ગેમિંગ પ્લેટફોર્મ બકબર્કને હસ્તગત કર્યુ હતું. માર્ચમાં નાઝરાએ કાલ્પનિક ગેમિંગ પ્લેટફોર્મ હલાપ્લેમાં રૂ. 40 કરોડનું રોકાણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે નાઝરા પાસે છોટા ભીમ, મોટુ પતલુ, શિખરી સંભુ જેવા પ્રખ્યાત કાર્ટુના લાયસન્સ પણ ઉપલબ્ધ છે. અત્યારે નાઝરા સ્થાપના આફ્રિકા, મિડલ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એશિયા અને ભારત સહિતનાં 64 દેશોમાં હાજરી ધરાવે છે. નાઝરા આઈપીઓની તૈયારી પણ કરી રહ્યો છે.