- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : જો તમે કોઈ બિઝનેસ (Business) શરૂ કરવા ઈચ્છો છો, જે માટે તમારી પાસે નાણાં નથી તો હવે તમારે તે માટે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે મોદી સરકાર (Modi Government) તમને બિઝનેસ શરૂ કરવા માટે લોન આપી રહી છે. સરકારે નાના ઉદ્યમીઓ માટે મુદ્રા યોજના (Mudra Yojana) બનાવીને રાખી છે, જે હેઠળ ઉદ્યમિઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લોન લેવી આસાન થઈ જાય છે. આ યોજનાની ખાસ બાબત એ છે કે, આ લોન સરકાર વગર ગેરંટી પર આપે છે. તો આવો તમને જણાવીએ આ યોજનાથી જોડાયેલી તમામ જાણકારીઓ વિશે.
મુદ્રા યોજનાના ફાયદા
મુદ્રા યોજના હેઠળ લોન સામાન્ય રીતે કોઈ ગેરંટી વગર આપવામાં આવે છે. મુદ્રા યોજના હેઠળ લોન આપવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ચુકવણીનો સમયગાળો પણ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ લોન વર્કિગ કેપિટલ મુદ્રા કાર્ડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
ગેરંટી વિના લોન આપવાની સુવિધા
નવા ઉદ્યોગો શરૂ કરતા નવા ઉદ્યમીઓની નાણાંકીય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજના શરૂ કરી હતી. માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ (મુદ્રા) નામની આ યોજના હેઠળ ગેરંટી વિના લોન આપવાની સુવિધા છે.
મુદ્રા યોજના પર વ્યાજ દર
આ યોજના હેઠળ કોઈ નિશ્ચિત દર નથી. આ દર તમામ બેંકમાં જુદાં જુદા હોઈ શકે છે. અરજદારના વ્યવસાયના જોખમના આધાર મુજબ બેંક વ્યાજ દર નક્કી કરે છે. સામાન્ય રીતે મુદ્રા લોનનો વ્યાજ દર વાર્ષિક 12% જેટલો હોય છે.
સ્ટાર્ટ અપ્સ માટેની સૌથી મોટી જરૂરિયાત
સ્ટાર્ટ અપ્સ માટેની સૌથી મોટી જરૂરિયાત નાણાં છે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે SIDBI અંતર્ગત એક ભંડોળ ઊભુ કર્યું છે, જેમાં નવી વિચારધારા ધરાવતા સ્ટાર્ટઅપને નાણાં પુરા પાડવામાં સહાયતા આપવામાં આવે છે.
મુદ્રા યોજનાનો લાભ લેવા અહીં સંપર્ક કરો
મુદ્રા લોન લેતી વખતે જો તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તમે આ હેલ્પલાઈન, વેબસાઇટ, મેઇલ અને ફોન નંબર પર સંપર્ક કરી શકો છો: વેબસાઇટ- http://www.mudra.org.in /, મેઇલ - help@mudra.org.in., ફોન નંબર - 1800 -180-1111, 1800-11-0001