- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઈ: નાણાકીય વર્ષ 2020-21ના IIFL હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટની યાદીમાં વધુ એક સ્ટાર્ટઅપ સંસ્થાપક શામેલ થયા છે. આઈટી સેવા કંપની બ્રાઉઝરસ્ટેકના પ્રમોટર નકુલ અગ્રવાલ અને ઋતેશ અરોડા અને સૈન જોસ સ્થિત ક્લાઉડ સિક્યોરિટી એજ અ સર્વિસ કંપની જેડક્લેવરના ફાઉન્ડર જય ચૌધરીનું નામ સ્ટાર્ટઅપ અને યુનિકોર્નના સંસ્થાપકોમાં શામેલ થયું છે.
કેટલાક સ્ટાર્ટઅપ્સે પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમના નામ યાદીમાં 200 સમૃદ્ધ ઉદ્યોગસાહસિકોને ધકેલીને પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ સૂચિમાં પહેલાથી સમાવિષ્ટ સ્ટાર્ટઅપ્સની રેન્કિંગમાં મોટો સુધારો થયો છે. અન્ય પ્રમોટરોએ વિદેશમાં સ્ટાર્ટઅપ્સ બનાવ્યા અને યુનિકોર્ન તરીકે ખ્યાતિ મેળવી. કોરોના મહામારીએ એજ્યુકેશન ટેક જાયન્ટ બૈજુસનું ભાગ્ય બદલી નાખ્યું છે. કંપનીનું મૂલ્યાંકન વધીને 18 અબજ ડોલર થયું છે. આ સાથે, બૈજુસના - રવિન્દ્રન પરિવારના માલિકોનું રેન્કિંગ વર્ષ 2021 માં 67 થઈ ગયું છે, જે વર્ષ 2017 માં 504 હતું. કંપનીએ 20 થી વધુ કક્ષાઓમાં 3.2 અબજ ડોલર એકત્ર કર્યા છે. તે ચાઇનીઝ એજ્યુકેશન ટેકનોલોજી કંપનીઓની મજબૂત પકડ તોડવા સર્જાયેલી તકોનો લાભ લઇ રહી છે. કંપનીનો આઈપીઓ આગામી 12 થી 18 મહિનામાં આવે તેવી ધારણા છે. બ્રાઉઝરસ્ટેકના પ્રમોટરો આ યાદીમાં સ્થાન મેળવનારા સૌથી મહત્વપૂર્ણ નામો છે. અગ્રવાલ અને અરોરા બંનેની સંપત્તિ 12,400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપની લિસ્ટમાં 142માં ક્રમે છે. એટલે કે આ ઘણા બધા જાણીતા સ્ટાર્ટઅપ પ્રમોટર્સથી ઘણી આગળ છે. તેણે જૂનમાં 20 કરોડ ડોલર મેળવ્યા હતા, જેનાથી આ 4 અબજ ડોલરના મૂલ્યાંકન પર પહોંચી ગઈ છે.
આ યાદીમાં પ્રથમ વખત આવનારા અન્ય લોકોમાંથી એક InMobi ના નવીન તિવારી છે. 2011 માં સોફ્ટબેન્કના $ 200 મિલિયન રોકાણ બાદ તે દેશનું પ્રથમ યુનિકોર્ન બન્યું. હવે તે યુએસ સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટેડ થવા જઈ રહ્યું છે. અશ્વિન ધમેરાએ પણ પ્રથમ વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તે એજ્યુકેશન ટેક કંપની ઇરુડાઇટ્સના પ્રમોટર છે, જેણે તાજેતરમાં $ 650 મિલિયનથી વધુ એકત્ર કર્યા છે. આનાથી કંપનીનું મૂલ્યાંકન $ 3.2 અબજ થયું છે.
સૌથી ચોંકાવનારા આવા નામ છે, જેના વિશે ભારતમાં બહુ ઓછા લોકો જાણે છે. દેશમાં બહુ ઓછા લોકોએ જય ચૌધરીનું નામ સાંભળ્યું હશે. તેનો જન્મ હિમાચલ પ્રદેશના એક નાના ગામમાં થયો હતો, જ્યાં વીજળી નહોતી. તેઓ હવે GScaler ના સ્થાપક છે, જેની સ્થાપના તેમણે અમેરિકામાં 2008 માં કરી હતી.
કંપની 2015 માં યુનિકોર્ન બની અને 2018 માં લિસ્ટેડ થઈ. આ કારણે, ચૌધરીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં બમણી એટલે કે રૂ. 1,21,600 કરોડ થઈ છે. આ સાથે, તે ભારતના ટોચના 10 ધનિકોમાં શામેલ થયા છે. હવે તે બજાજથી આગળ છે, દિલીપ સંઘવી, દામાણી અને કુમાર મંગલમ બિરલા પરિવારની સંપત્તિથી થોડા જ પાછળ છે.
યુએસ સ્થિત ઓપન સોર્સ સોફ્ટવેર કંપની કન્ફ્લુએન્ટે નેહા નારખેડેને પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન અપાવવામાં મદદ કરી છે. તેમની સંપત્તિ 12,200 કરોડ રૂપિયા છે અને તેઓ યાદીમાં 46 મા ક્રમે છે. નિઃશંકપણે બીજા ઘણા પ્રમોટરો છે જેમણે તેમની કંપનીનું લિસ્ટિંગ કરવાનું નક્કી કર્યું છે. નાયકના સ્થાપક ફાલ્ગુની નાયર રૂ .8,700 કરોડની સંપત્તિ સાથે 201 મા ક્રમે હતા.
ભારતીય બજારમાં ઉબેર સાથે સ્પર્ધા કરનાર ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલ માટે મહામારીનો સમય મુશ્કેલ રહ્યો છે. રોગચાળા દરમિયાન મુસાફરી પર પ્રતિબંધો હતા, જેની વેલ્યુએશન પર અસર પડી છે. જેને પરિણામે તે 7500 રૂપિયાની સંપતિ સાથે 232માં સ્થાને રહ્યા છે. ઓયોના સંસ્થાપક ઋતેશ અગ્રવાલને પણ મહામારી અને હોટલ બંધ થવાને કારણે નુકશાન ઉઠાવવું પડ્યું છે. તેઓ 6300 કરોડ રૂપિયાની સંપતિ સાથે 260માં સ્થાને રહ્યા છે. ઓલા અને ઓયો બન્ને લિસ્ટ થવા માંગે છે.