- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

મુંબઇ : વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિનામાં વિવિધ કંપનીઓએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 1.96 લાખ કરોડનું ભંડોળ ઉભુ કર્યુ છે, જે વર્ષ 2014 પછી સૌથી ઓછુ છે.
ઉપરાંત આ આંકડો પાછલા વર્ષે સમાન સમયગાળામાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે મેળવેલ રૂ. 2.56 લાખ કરોડની તુલનાએ પણ 23 ટકા ઓછી છે. છેલ્લે વર્ષ 2014માં રૂ. 1.17 લાખ કરોડનું ભંડોલ એક્ત્ર કરવામાં આવ્યુ હતુ. નિષ્ણાંતોએ જણાવ્યુ કે, નાણાંકીય ઓછી જરૂરિયાત અને ઉંચા વ્યાજદરોને કારણે ભંડોળ ઉભી કરવાની કામગીરી ઘટી છે. રોકાણકારો પણ વ્યાજદરમાં મોટી વૃદ્ધિના માહોલમાં નવુ રોકાણ કરવાથી દૂર રહ્યા છે.
કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિનામાં 952 પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઇશ્યૂ આવ્યા છે, જે પાછલા વર્ષની સમકક્ષ છે. ઇશ્યૂનો સરેરાશ કદ વર્ષ 2020ના પ્રથમ પાંચ મહિનાના રૂ. 468 કરોડની તુલનાએ 50 ટકા જેટલુ ઘટીને વર્ષ 2022ના સમાન સમયગાળામાં રૂ. 205.9 કરોડ રહ્યુ છે.