- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને આગળ ધપાવતા, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેટ)એ દેશભરના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ અપનાવવા અને ઈ-કોમર્સ પોર્ટલો સાથે જોડવાના લક્ષ્ય હેઠળ એક રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનની શરૂઆત રાજધાની દિલ્હીથી થઈ છે.
આ અભિયાન અંતર્ગત કેટ દેશભરના ૭ કરોડ વેપારીઓને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડશે. કેટના આ અભિયાનને ડિજિ ટ્રેડર-સફળ વેપારી નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન માટે કેટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર, એચડીએફસી બેન્ક, માસ્ટરકાર્ડ અને ગ્લોબલ લિંકર્સ સાથે ભાગીદારી કરી છે. તેમજ આ પ્રકારની પહેલી પહેલ છે, જે ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવશે અને દેશભરના નાના વેપારીઓને લાભ કરશે.
ભારતમાં ૫ લાખથી વધુ CSCનું એક નેટવર્ક છે
ભારતમાં ૫ લાખથી વધુ CSCનું નેટવર્ક છે, જેમાં ઓછામાં ઓછા એક કે બે ગ્રામ-કક્ષાના ઉદ્યમીઓ છે અને લગભગ ૧૨ લાખ લોકોને રોજગારી મળે છે, જેઓ નાગરિકોને ડિજિટલી રીતે ઘણી સેવાઓ પૂરી પાડે છે. ગ્રામીણ વિસ્તારોમાં સીએસસી ફ્રેન્ચાઇઝી ચલાવતા ગ્રામીણ સ્તરના ઉદ્યમીઓમાં સ્થાનિક સમુદાયો સાથે જોડાવાની શક્તિ છે.
ઇ-કોમર્સએ ભવિષ્યનું મહત્વપૂર્ણ વ્યવસાય છે
કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, ઈ-કોમર્સ ભાવિષ્યનો એક મહત્વપૂર્ણ વ્યવસાય છે. કેટે વધુમાં જણાવતાં કહ્યું કે, ગ્લોબલ લિંકર્સના સંહયોગથી પ્રત્યેક વેપારીઓ પોર્ટલ પર લાઈવ શોરૂમ બનાવી શકશે, જેમાં ડિજિટલ ચૂકવણી, લોજિસ્ટિક્સ અને લાઈવ ચેટની પણ સુવિધા પ્રાપ્ત થશે.
આ પોર્ટલને સિંગાપોર સરકારના બિઝનેસ સેન્સ બોર્ડર પ્રોગ્રામ સાથે પણ જોડવામાં આવશે, જે ભારતીય વેપારીઓને વિદેશી બજારો પણ પૂરું પાડશે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, દેશમાં પ્રથમ વખત આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. માસ્ટરકાર્ડ અને એચડીએફસીના સહયોગથી ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના યોગ્ય સંતુલન સાથે, વેપારીઓના ડિજિટાઇઝેશન પર વધુ ભાર મૂકવામાં આવશે.