- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
money-and-banking
|
January 08, 2022, 7:30 AM

www.vyaapaarsamachar.com
મુંબઇ : જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે મિનિમમ બેલેન્સ અને સંબંધિત દંડની રકમ તેમજ તમામ સર્વિસના ચાર્જમાં ધરખમ વધારો કર્યો છે. આ વધારેલા નવા ચાર્જ 15મી જાન્યુઆરીથી લાગુ થશે.
નવા નિયમ મુજબ શહેરી વિસ્તારના કસ્ટમરોએ ત્રિમાસિક ધોરણે તેમના ખાતામાં હવે મિનિમમ રૂ.10 હજારનું બેલેન્સ રાખવુ પડશે જે અત્યાર સુધી રૂ. 5,000 હતુ. મિનિમમ બેલેન્સ ન જાળવવા પર કસ્ટમરો પાસેથી વસૂલાતા દંડની રકમ પણ બેન્કે રૂ. 300થી વધારીને બમણી રૂ.600 કરી છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો માટે દંડની રકમ રૂ.400 નક્કી કરાઇ છે જે અગાઉ રૂ.200 હતી. જો કે બેન્કે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો માટે મિનિમમ બેલેન્સની રકમ ફેરફાર વગર રૂ.1000 યથાવત રાખી છે.
હવે કઇ સર્વિસ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
- તમામ પ્રકારના લોકર સર્વિસના ચાર્જમાં રૂ.500 સુધીનો વધાર્યો કર્યો, એક વર્ષમાં હવે 12 વખત લોકર માટે કસ્ટમર વિઝિટ કરી શકશે ત્યારબાદ પ્રત્યેક વધારાની વિઝિટ પર રૂ.100નો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.
- હવે જો કસ્ટમર ચાલુ ખાતુ ખોલાવ્યાના 14 દિવસથી લઇ 12 મહિનાની અંદર એકાઉન્ટ બંધ કરશે તો રૂ. 800 ચાર્જ ચૂકવવો પડશે, જે અગાઉ રૂ.600 હતો.
- હવે પુરતું બેલેન્સ ન હોવાને લીધે બેન્ક એકાઉન્ટમાં લોનના હપ્તા કે કોઇ પણ ડેબિટ ફેલ થશે તો રૂ.250નો ચાર્જ લાગશે જે અત્યાર સુધી રૂ.100 હતો.
- જો ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરાવશો તો રૂ. 100ના બદલે રૂ.150 ચાર્જ ચૂકવવા પડશે.
- ચેક રિટર્નના કિસ્સામાં દંડની રકમ વધારી - એક લાખથી ઓછી રકમનો ચેક રિટર્ન થવાના કિસ્સામાં દંડની રકમ રૂ. 100થી વધારીને રૂ. 150 કરાઇ છે. રૂ. એક લાખથી વધુ રકમનો ચેક રિટર્ન થશે તો હવે રૂ.250 દંડ થશે જે અગાઉ રૂ.200 હતો.
- બચત ખાતાધારક મહિનામાં ત્રણ વખત પોતાના એકાઉન્ટમાં ફ્રી-ઓફ થાપણ જમા કરાવી શકશે, ત્યારબાદ પ્રત્યેક ડિપોઝિટ પર રૂ.50 ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. અગાઉ ફ્રી-ઓફ ડિપોઝિટની મર્યાદા 5 અને ટ્રાન્ઝેક્શન ચાર્જ રૂ.25 હતો.
Read More:
PNB
Banking Services Charges
Minimum Balance
Check Returns
Punjab National Bank
Bank Locker
Web Title: PNB increases charges of various banking services from January 15 : Check details here
Latest