- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : ભારતના હોમ લોનનું માર્કેટ જે વર્તમાનમાં આશરે રૂ. 24 લાખકરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં બમણું થવાની ધારણા છે. જે ભારતની 5 ટ્રિલિયનુ ડોલરની અર્થવ્યવસ્થાના બનવાની મહત્વકાંક્ષી પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરે છે.
ભારતના બેન્કિંગ સેક્ટરના કુલ ધિરાણમાં હોમ લોન સેગમેન્ટનો હિસ્સો જૂનમાં વધીને 14.4 ટકા થયો છે જે માર્ચ 2020માં 13.1 ટકા હતો, આ વૃદ્ધિ પાછળ ટાયર-3 અને ટાયર-4 શહેરોમાં વધેલા લોન વિતરણને આભારી છે.
રિયલ્ટી ઉદ્યોગના નિષ્ણાંતોનું કહેવુ છે કે, વ્યાજદરમાં વધારે વૃદ્ધિ અને પ્રોપર્ટી ખરીદવાની તક ગુમાવવાનો ડર ગ્રાહકોને હાઉસિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યુ છે. વ્યાજદરમાં વૃદ્ધિની સાયકલ એક વખત શરૂ થઇ ગયા બાદ લોકો ઝડપથી હોમ લોન લેવા અંગે વિચારે છે કારણ કે તેમને ભવિષ્યમાં ઉંચા વ્યાજદર ચૂકવવાનો અને જેટલી લાંબી રાહ જોઇશું હોમ લોન તેટલી વધુ મોંઘી થશે તેવો ડર સતાવતો હોય છે.
નોંધનીય છે કે, બેફામ બનેલા મોંઘવારી દરને ડામવા માટે રિઝર્વ બેંક ત્રણ તબક્કામાં વ્યાજદરમાં 1.4 ટકાનો વધારો કર્યો છે, જેના પગલે બેન્કોએ પણ હોમ લોન, ઓટો લોન સહિતની વિવિધ લોનના વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધુ છે.